જ્ઞાનવાપીમાં સર્વેનો ત્રીજા દિવસે, ભોંયરામાં તપાસ શરુસર્વે કરવામાં છજીૈંની ટીમ રડારની પણ મદદ લેશે
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં છજીૈં સર્વેનો આજે ત્રીજાે દિવસ છે. સર્વેક્ષણ ટીમ આજે સંકુલની પશ્ચિમી દિવાલ અને વ્યાસજીના ભોંયરામાં ૩ડ્ઢ મેપિંગ કરી શકે છે. વ્યાસજીના ભોંયરામાં એક્ઝોસ્ટ ફેન અને લાઈટ લગાવવામાં આવી છે. હિંદુ પક્ષ તરફથી અરજી કરનાર રેખા પાઠકે જણાવ્યું કે, ભોંયરું આજે ખોલવામાં આવી શકે છે. તેની તપાસ કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે આજે ભોંયરા અને ગુંબજનું સર્વેક્ષણ થઈ શકે છે. જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની અરજી કરનાર રેખા પાઠકે જણાવ્યું કે, મસ્જિદની અંદર ફક્ત તેમના વકીલને જ પ્રવેશ આપવામાં આવે છે. મહિલાઓને અંદર જવાની પરવાનગી નથી. સર્વે માટે મેપિંગ અને વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મસ્જિદની અંદર શું મળ્યું તેની તેમને જાણ નથી. આજે સર્વે ટીમ સાથે બંને પક્ષના વકીલોને જ અંદર જવા દેવામાં આવ્યા છે. છજીૈં ટીમની સાથે મુસ્લિમ પક્ષના વકીલ પણ રહેશે.
હિંદુ પક્ષના સોહન લાલે દાવો કર્યો છે કે, જાે ભોંયરું ખોલવામાં આવે તો ઘણા મોટા પુરાવાઓ મળી શકે છે. રેખા પાઠકે કહ્યું હતું કે, પશ્ચિમી દિવાલ પર અડધા માનવ અને અડધા પ્રાણીની આકૃતિ મળી આવી છે. સર્વે કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, પશ્ચિમી દિવાલનો અભ્યાસ ખૂબ જ વિગતવાર કરવામાં આવ્યો હતો. ભોંયરામાં એક્ઝોસ્ટ ફેનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્ટ દ્વારા સર્વે ટીમને ખોદકામ કર્યા વિના અને માળખાને નુકસાન પહોંચાડ્યા વિના સર્વે પૂર્ણ કરવા જણાવ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદની સર્વે ટીમ રડારની મદદ લઈ શકે છે. આ પહેલા ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (ડ્ઢય્ઁજી) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૈંૈં્ કાનપુરની એક ટીમ સર્વે કાર્યમાં મદદ કરી રહી છે. સર્વે પર પ્રતિબંધ મુકવા માટે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને અલ્હાબાદ હાઈકોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો હતો. છજીૈંને સર્વે પૂર્ણ કરવા માટે એક મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ ૪ સપ્ટેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ જિલ્લા કોર્ટને સોંપવાનો આદેશ હતો.
Recent Comments