અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ મહાપ્રભુજી બેઠકજી ખાતે ગતરોજ રવિવારે અધિક શ્રાવણ માસમાં અધિક મનોરથ થયાં. 

મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલામાં તારીખ ૬-૮-૨૦૨૩ ને રવિવાર અધિક માસમાં અધિક મનોરથ થઈ રહ્યા હતાં જેમાં રવિવારે ફુલ ફાગ પુષ્પવિતાન હોરી કે રસિયાનો મનોરથ હતો જેના મનોરથી કરુણાબેન ડોબરીયા, નયનાબેન ડોબરીયા, સોની ગીતાબેન ધકાણ મનોરથી રહ્યા હતા. હજારો વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ દુના પ્રસાદ બાટવામાં આવેલ હતા. ખૂબ જ ધામધૂમતી આનંદથી આ મનોરથ ઉજવવાયો હતો. આ અવસરે ગોપાલભાઈ સુરજવડી તેમજ તેમની ટીમે ખૂબ જ કીર્તન ફાગરસીયા ગાન કરી વૈષ્ણવોને આનંદ કરાવેલ. હજુ પણ આવા મનોરથો તારીખ  ૧૩-૮-૨૦૨૩ આવતા રવિવારે વિવાહ ખેલન સુંદર મનોરથનું આયોજન છે તો દરેક વૈષ્ણવોએ ખાસ લાભ લેવા વિનંતી તેમજ આ દિવસે પાઠશાળાના બાળકો તેમજ મહિલા મંડળના બહેનો વિવાહ ખેલ નિમિત્તે કાર્યક્રમો આપશે વૈષ્ણવોએ અચુક લાભ લેવા વિનંતી કરવામાં આવે છે તેમ વિજયભાઈ વસાણીની એક યાદીમાં જણાવાયું હતું.

Related Posts