fbpx
રાષ્ટ્રીય

ચોથા દિવસે બચાવ કામગીરી ચાલુ પણ આ લોકોનો કોઈ પત્તો મળ્યો નથી

કેદારનાથ જતા લોકો પર પહાડનો ભાગ પડતા ત્રણ દિવસથી ગુમ ૨૦ લોકોનું સર્ચ ઓપરેશન હજી પણ યથાવતગૌરકુંડ નજીક દાતપુલિયામાં મોટા ભૂસ્ખલનને કારણે પહાડનો ભાગ પડતા ૨૦ લોકો ગુમ ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ભૂસ્ખલન બાદ ૨૦ લોકો ગુમ થયા છે. આ લોકોને ગાયબ થયાને ચાર દિવસ થઈ ગયા છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. સતત ચોથા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી, પરંતુ આ લોકોનો કોઈ પત્તો મળ્યો નથી. શુક્રવારે ગૌરકુંડ નજીક દાતપુલિયામાં મોટા ભૂસ્ખલનને કારણે ૨૦ લોકો ગુમ થયા હતા. આ બધા લોકો કેદારનાથ જઈ રહ્યા હતા, એટલા માટે પર્વત તેમના પર તૂટી પડ્યો. રુદ્રપ્રયાગના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોની શોધ માટે સઘન અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી તેઓનો કોઈ સુરાગ મળ્યો નથી. ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા ૨૩ હતી. જાેકે, ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચેલી ટીમે ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ ત્રણેય મૃતદેહો ૫૦ મીટર નીચે વહેતી મંદાકિની નદીમાંથી મળી આવ્યા હતા. ગુમ થયેલા લોકોને શોધવાનું કામ આટલા મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. તેનો અંદાજાે એ વાત પરથી લગાવી શકાય છે કે બચાવ કાર્યમાં ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન કેમેરાની મદદથી ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદનનું કહેવું છે કે દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ, પોલીસ, ફાયર ટીમોને બચાવ કાર્ય દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ધારી દેવી, ખંકરા, રૂદ્રપ્રયાગ, તિલવાડા, અગસ્ત્યમુનિ, ચંદ્રપુરી, કુંડ બેરેજ વગેરે સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાે કે હજુ સુધી કોઈ સફળતા મળી નથી. એવું કહેવામાં આવ્યું છે કે ભૂસ્ખલનની ચપેટમાં આવેલા મોટાભાગના લોકો નેપાળના રહેવાસી હતા. ૨૩ લોકોમાંથી ૧૭ લોકો નેપાળી નાગરિક હતા, જ્યારે છ લોકો સ્થાનિક નાગરિક હતા. વરસાદની મોસમમાં પહાડોમાં ભૂસ્ખલનના ઘણા કિસ્સાઓ બન્યા છે. ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. એટલું જ નહીં ભારે વરસાદને કારણે જે પહાડોમાં તિરાડ પડી રહી હતી તે હવે તૂટીને નીચે પડી રહ્યા છે. જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે.

Follow Me:

Related Posts