ગુજરાત

પાલનપુરના વોર્ડ ૪ – ડીસા વોર્ડ ૯ ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, બંનેમાં કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નગરપાલિકા વોર્ડ ૪ અને ડીસાના વોર્ડ ૯માં યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયુ છે. પાલનપુર નગરપાલિકા વોર્ડ ૪ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. જેમાં વોર્ડ નં-૪ની બેઠક કોંગ્રેસે જીતી છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર મહમદઅલી મન્સુરીની ૪૮ મતથી જીત થઇ છે. બીજી તરફ બનાસકાંઠાના ડીસાના વોર્ડ ૯ની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીની જીત થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર ૯૦૨ મતથી વિજેતા બન્યા છે. મહત્વનું છે કે આ બેઠક પર ભાજપને ૧૧૨૨, કોંગ્રેસને ૨૦૨૪,આપને ૪૩૧ મત મળ્યા છે.

Related Posts