અમરેલી

ભાજપની ગંગોત્રીમાંથી ભ્રષ્ટ્રાચાર વહી રહ્યો છે તે બાબરામાં વિશાળ ફુલ્યો ફાલ્યો છે IS/IPS ને અપીલ સિવિલકોડ પ્રમાણે કોઇનું પણ માન્યા વગર બાબરા ને બચાવો મારો સામાજિક અગ્રણી તરીકે પૂરો સહકાર છે પૂર્વ સાંસદ ઠુંમર

બાબરા દેવભુમિ બાબરા પંચકુંડ અને પાંડવો સાથે જોડાયેલી પાંચાળી ભુમિ આજે ગેરકાયદેસર ધંધાનું હબ બની ચુક્યું છે. આયુર્વેદના નામે નશીલી પ્રોડકટ વેચતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પકડાઇ છે. કરીયાણા રોડ ઉપર દારૂ પકડાયો, GIDC માંથી આજે દારૂ પકડાયો, ભાજપના આગેવાનો વિકાસની વાતોના નામે ભ્રષ્ટ્રાચારમાં ખદબદ છે. બાબરાએ અનેક ધારાસભ્યો આપ્યા છે પરંતુ બાબરા એ હંમેશા વિકાસશીલ પ્રવૃતિ આગળ વધારી હતી. તાજેતરમાં વિકાસના નામે મીંડુ છે ભ્રષ્ટાચારમાં નશીલી પ્રવૃતિમાં ડોલતું બાબરા બન્યું છે. ત્યારે આઘાત સાથે એક પ્રેસ વિજ્ઞપ્તિમાં પુર્વ સાંસદ અને આ વિસ્તારનાં વિકાસ માટે સતત પ્રવૃતિશીલ રહ્યા છે. ATVT હોય, આયોજન હોય, સંકલન હોય કે કોઇપણ બાબતો હોય તેમાં નાનામાં નાના લોકોનાં પ્રશ્નોનાં નિરાકરણ લાવવા માટે સતત કાર્યશીલ રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આઘાત સાથે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા પુર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમરે દુઃખ સાથે જણાવ્યું હતું કે, ભાજપની ગંગોત્રીમાંથી ભ્રષ્ટ્રાચાર વહી રહ્યો છે

તે બાબરામાં વિશાળ ફુલ્યો ફાલ્યો છે. હવે તો ભગવાન જ બચાવી શકે તેમ છે ત્યારે ચુટાયેલા પ્રતિનિધિઓ કયાં છે? રોજ નતનવા ફટકા પહેરીને ટોપીઓ પહેરીને અગાઉ મંજુર થયેલા કામોનાં ખાત મુહુર્ત કરતાં આગેવાનો દેખાતાં નથી ત્યારે બાબરાનાં લોકો હવે અમને કોણ બચાવશે? તેવી ચિંતા સાથે આજે આકાશ ઉપર મીટ માંડીને ભગવાનની રાહ જોઇ રહ્યા છે. તે સમયે શ્રી ઠુંમરે જણાવ્યું હતુ કે, બસ હવે તો ભાજપ કહેનારા લોકો હવે ક્યારે ચુટણી આવશે તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે IS/IPS અને સિવિલકોડ સાથે કામ કરતા અધિકારીઓને વિનંતી સાથે પ્રેસ નિવેદન થી જણાવ્યું હતુ કે, સરકાર ઉપર ભરોસો રહ્યો નથી પરંતુ સિવિલકોડ પ્રમાણે આપે જે સપથ લીધા છે કોઇનું પણ માન્યા વગર આ દેવભુમિ બાબરાને બચાવવા માટે સ્વમાનભેર આગળ આવો એક સામાજીક રાજકીય આગેવાન તરીકે મારો પુરો સહકાર આપને મળવાનો છે ત્યારે બાબરાને બચાવવા આપ આગળ વધો તેમ શ્રી ઠુંમરે જણાવ્યું હતું.

Related Posts