fbpx
ગુજરાત

ધરોઇ ડેમના ઉપરવાસમાં ડેમ બનશે તો ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઉભું થશે ઃ રમણલાલ વોરાપૂર્વ પ્રધાન અને ધારાસભ્ય રમણલાલ વોરાએ ડેમના નિર્માણને લઇ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઇ ડેમના પાણીને લઈને ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ફરી વિવાદ શરૂ થયો છે. રાજસ્થાન સરકારે ધરોઇ ડેમના ઉપરવાસની બે નદીઓ પર ડેમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઉભું થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સરકારના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય રમણલાલ વોરાએ ડેમના નિર્માણને લઇ પત્ર લખ્યો છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે જાે ધરોઇ ડેમના ઉપરવાસમાં ડેમ બનશે તો ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઉભું થઇ શકે છે. જાે રાજસ્થાનમાં બે ડેમ બનશે તો ધરોઇ ડેમમાં પાણીની ઓછી આવક થશે. જેના કારણે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં જળ સંકટ ઉભું થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts