ગાંધીનગર‘આઝાદીકા અમૃત મહોત્સવ’ એ ભારતની આઝાદીના ૭૫ વર્ષની સ્મારક ઉજવણી છે. જેના સમાપન સમારોહ તરીકે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત આજ રોજ ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતના વીર શહીદોના બલિદાનોને બિરદાવતા સ્લોગન સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મહત્તમાં સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાની શાળાઓમાં રેલીનું આયોજન

Recent Comments