માનગઢ ધામમાં સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર..વડાપ્રધાન ઈચ્છે તો મણિપુરમાં લાગેલી આગને બે દિવસમાં ઓલવી શકે : રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે આદિવાસી દિવસ પર રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામમાં એક વિશાળ સભાને સંબોધિત કરતા કહ્યું કે આદિવાસીઓ ભારતના પ્રથમ નિવાસી છે. ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે. આ આદિવાસીઓનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે. ભાજપ ઈચ્છે છે કે આદિવાસીઓ જંગલમાં રહે, આગળ ન વધે. આ દરમિયાન રાહુલ ગાંધીએ રાજસ્થાન કોંગ્રેસ સરકારની જન કલ્યાણકારી યોજનાઓની પ્રશંસા કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓ અને ગરીબો માટે સરકાર ચલાવે છે. વિશાળ જનમેદનીને સંબોધતા પહેલા રાહુલ ગાંધીએ માનગઢ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી રાહુલ ગાંધી રેલી સ્થળ પર પહોંચ્યા અને વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રભારી સુખજિન્દર સિંહ રંધાવા, મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ દોતાસરા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ સહિત કોંગ્રેસના ઘણા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆતમાં માનગઢ ધામમાં અંગ્રેજાે સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપનાર આદિવાસી સમાજનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમણે આદિવાસી દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી દાદી ઈન્દિરા ગાંધીએ મને એક પુસ્તક આપ્યું હતું. તે પુસ્તકનું નામ હતું ‘તેંડુ- એક આદિવાસી બાળક’, આ પુસ્તક આદિવાસી બાળકના જીવન વિશે હતું. જ્યારે મેં દાદીને પૂછ્યું, દાદી, આદિવાસી શબ્દનો અર્થ શું છે? તેણે કહ્યું કે તે ભારતના પ્રથમ નિવાસી છે.
આ આપણી ભૂમિ છે, જેને આપણે આજે ભારત કહીએ છીએ, આ જમીન તે આદિવાસીઓની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે આદિવાસીઓને નવું નામ આપ્યું છે, વનવાસી. વનવાસી એટલે જંગલમાં રહેનારા. ભાજપ કહે છે કે તમે આદિવાસી નથી, તમે વનવાસી છો. આ આદિવાસીઓનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે. ભાજપ અને આરએસએસ ઈચ્છે છે કે તમે જંગલમાં રહો. જંગલની બહાર ન જશો. તમારા બાળકો એન્જિનિયર ન બને, ડૉક્ટર ન બને, વકીલ ન બને, પ્રોફેસર ન બને, પરંતુ કોંગ્રેસ વિચારે છે કે તમારે અને તમારા બાળકોએ આગળ વધવું જાેઈએ. ભાજપ તમારા હાથમાંથી તમારી જ જમીન છીનવીને અદાણીને સોંપે છે. ભાજપ ધીમે ધીમે જંગલ ખતમ કરવા માંગે છે અને તમે ક્યાંય નહીં રહી શકો. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં મણિપુરમાં હિંસા અને મહિલાઓ સાથે થયેલી ઘટનાને લઈને પણ મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે જાે વડાપ્રધાન ઈચ્છે તો આ આગને બે દિવસમાં બુઝાવી શકે છે, પરંતુ વડાપ્રધાન ઈચ્છે છે કે મણિપુરમાં આગ ચાલુ રહે. મણિપુરમાં ભારત માતાની હત્યા કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકારની ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજનાને દેશની શ્રેષ્ઠ આરોગ્ય યોજના ગણાવી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારે કાલીબાઈ સ્કૂટી સ્કીમ શરૂ કરી, ફ્રી કોચિંગ સ્કીમ, જી્-જીઝ્ર ફંડમાં વધારો કર્યો. જૂની પેન્શન યોજનાનો ૯૦ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. કોંગ્રેસ સરકાર ગીગ વર્કર્સ માટે એક સ્કીમ લાવી. કોંગ્રેસ આદિવાસીઓ અને ગરીબો માટે સરકાર ચલાવે છે. માનગઢ ધામ આદિવાસીઓની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. બુધવારે રેલીમાં ઉમટેલી ભીડમાંથી રાહુલ ગાંધી સહિત તમામ કોંગ્રેસી નેતાઓ જાેવા મળ્યા હતા. આદિવાસી સમાજને દાયકાઓથી કોંગ્રેસની પરંપરાગત વોટબેંક માનવામાં આવે છે. માનગઢ રેલીમાં આદિવાસી સમાજે આપેલા જબરજસ્ત સમર્થનથી ભાજપની ચિંતા વધી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ આદિવાસી સમાજના સમર્થનથી સારી લાગણી અનુભવે છે.
Recent Comments