સુરતના ઓએનજીસી બ્રિજ પર ફરી એક વખત જહાજ બ્રિજ સાથે ટકરાયું હોવાની ઘટના સામે આવી છે. કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું. જાે કે બ્રિજને કોઈ નુકશાન પહોંચ્યું નહોતું અને મોટી જાનહાની ટળી હતી. સુરતના હજીરા અને ઓએનજીસી પાસે દરિયા કિનારે મોટા જહાજાે આવતા હોય છે. ત્યારે આજે સુરતના ઓએનજીસી બ્રિજ પર કોલસા ભરેલું મોટું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું. અગાઉ પણ મોટા જહાજ બ્રિજ સાથે ટકરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી ચુકી છે. ત્યારે આજે ફરી એક વખત કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું. કોલસા ભરેલું જહાજ પાણીના વહેણમાં તણાઈને બ્રિજના પિલર સાથે ટકરાયું હોવાની માહિતી મળી હતી.
સુરતના ઓએનજીસી બ્રિજ પર ફરી એક વખત જહાજ ટકરાયું


















Recent Comments