સાવરકુંડલામાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા. શ્રી બ્રાન્ચ શાળા નંબર – ૨ કન્યાશાળામાં વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ૧૦ મી ઓગસ્ટ લાયન્સ ડે(સિહ દિવસ) ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ગીરનો રાજા સિંહ બચાવની શપથ ગ્રહણ કરવામાં આવી અને મોદી હાઈસ્કૂલમાં પણ લાયન્સ શો માં ભાગ લેવામાં આવેલ ૩૫૨ કન્યાઓ, ૯શિક્ષકો ૯ એસએમસી તેમજ વાલીગણ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. તેમજ આજરોજ ૧૧ ઓગસ્ટના રોજ મશરૂભાઈ અને તેમની ટીમ દ્વારા કન્યા શાળાની દરેક દીકરીઓને દાબેલી ખવડાવવાનો કાર્યક્રમ ગોઠવેલ હતો, તેબદલ શાળા આચાર્ય શ્રી ભારતીબેન , શાળા સ્ટાફ, અને એસ.એમ.સી.કમિટીના સભ્યો, તેમનો આભાર વ્યકત કર્યો હતો .
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે માં વિવિધ કાર્યક્રમો યોજાયા..


















Recent Comments