રાષ્ટ્રીય

કેદારનાથ યાત્રાએ જતા ભૂસ્ખલન થતા ૫ના મોત, ૪ ગુજરાતી પણ સામેલ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા પાંચ લોકોના મોત થયા છે. રુદ્રપ્રયાગ પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત રસ્તો ખોલ્યા બાદ થયો હતો. રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું છે કે અહીં કાટમાળની અંદર એક વાહન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યું છે. તેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ અકસ્માત કેદારનાથ યાત્રા રૂટના ફાટા વિસ્તારના તરસાલીમાં થયો હતો. રુદ્રપ્રયાગ પોલીસના જણાવ્યા અનુસાર ભૂસ્ખલ થતા લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી જે પાંચ લોકોના કરુણ મોત થયા છે, તેમાં ત્રણ ગુજરાતના છે અને એક હરિદ્વારનો ભક્ત છે, તે સાથે જ અન્ય એક પણ સામેલ છે પોલીસે કહ્યું છે કે કારમાં સવાર પાંચમા વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર ગુજરાતીઓની ઓળખ થઈ રહી છે જેમાં એક અમદાવાદના મણિનગરના રહેવાસી જીગર મોદી જે બ્રોકરનું કામ કરે છે, તે સાથે મહેશ દેસાઈ, ઘોડાસરના ન્યુ આરતી સોસાયટીમાં રહેતા કુશલ સુથાર તેમજ મહેમદાવાદના રહેવાશી દિવ્યેશ પારેખ આ ચાર ગુજરાતીઓના મોત થયા છે. હરિદ્વારથી કેદારનાથ કાર લઇને જતા હતા ભૂસ્ખલન થતાં પહાડ તૂટી પડ્યો હતો અને ગાડી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. સીએમ ધામીએ કોટદ્વારની મુલાકાત લીધી… બધું નિરીક્ષણ કર્યું અને સૂચનાઓ આપી. જે જણાવીએ તો, રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ વરસાદથી પ્રભાવિત કોટદ્વાર વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે, જ્યાં થોડા દિવસો પહેલા ભૂસ્ખલનમાં એક વ્યક્તિ ગુમ થયો હતો અને ઘણા પુલોને નુકસાન થયું હતું. ધામીએ પૌડીના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ચૌહાણને ગાદીઘાટીમાં ક્ષતિગ્રસ્ત પુલની મરામત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કોટદ્વાર અને ભાબરને જાેડતા માલણ નદી પર બનેલા વૈકલ્પિક પુલનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સીએમ ધામી સાથે વિધાનસભા અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય રિતુ ખંડુરી પણ હાજર હતા. સીએમ ધામીએ કહ્યું કે સરકારનો પ્રથમ પ્રયાસ રાજ્યમાં સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો છે.

જે કમોસમી વરસાદથી ખોરવાઈ ગયો છે. તેમણે કહ્યું કે આપત્તિથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન તમામ ક્ષેત્રોમાં કરવામાં આવશે અને વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરવામાં આવશે. સરકાર આપત્તિથી પ્રભાવિત લોકોને તાત્કાલિક સહાય અને રાહત પૂરી પાડી રહી છે. છ જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ આપ્યું છે જે જણાવીએ તો, હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ઉત્તરાખંડના છ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ છ જિલ્લાઓ ટિહરી, દેહરાદૂન, પૌરી, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સામાન્ય લોકો અને શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે જિલ્લા વહીવટીતંત્ર અને જીડ્ઢઇહ્લને ૨૪ કલાક એલર્ટ મોડમાં રહેવા સૂચના આપી છે.

Related Posts