બૉલીવુડની અભિનેત્રી અને પૂર્વ સાંસદને જેલની સજા ફટકારી, એવી તો કયા ગુનામાં સજા થઈચેન્નાઈની કોર્ટે બૉલીવુડની અભિનેત્રી અને પૂર્વ સાંસદને ૬ મહિનાની જેલની સજા ફટકારી
બૉલીવુડનાં એક સમયનાં ખૂબ જાણીતા અને સુંદર ફિલ્મ અભિનેત્રી અને રામપુરના પૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નાઈની કોર્ટે ૬ મહિનાની જેલની સજા ફટકારી છે. ચેન્નાઈના રાયપેટામાં તેમની માલિકીના મૂવી થિયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંબંધમાં તેમને કેસમાં સજા ઉપરાંત ૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચેન્નાઈના આ સિનેમા હોલનું સંચાલન રામ કુમાર અને રાજા બાબુ કરે છે. આ ઘટનામાં સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે મેનેજમેન્ટ થિયેટર કામદારોને ઈજીૈં ચૂકવવામાં નિષ્ફળ ગયું અને તેઓએ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો. બાદમાં, અભિનેત્રીએ સ્ટાફને સંપૂર્ણ રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું અને કોર્ટમાં કેસને રદ કરવાની અપીલ કરી હતી. જયા પ્રદા સહિત આરોપીઓને આ કેસમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી જાે કે, શ્રમ સરકારી વીમા નિગમના વકીલે તેમની અપીલ સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ જયા પ્રદા અને આ કેસ સાથે જાેડાયેલા અન્ય ત્રણને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાથે દરેકને ૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે રામપુરથી સાંસદ રહી ચૂકેલા જયા પ્રદાની રાજકીય કારકિર્દી ૧૯૯૪માં તેલુગુ દેશમ પાર્ટીથી શરૂ થઈ હતી. જયા પ્રદા આંધ્ર પ્રદેશમાંથી ૧૯૯૬માં પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યાર પછી, ૨૦૦૪ માં, તે સમાજવાદી પાર્ટીમાં જાેડાઈ ગયા હતા અને બે વાર લોકસભા સાંસદ પણ બન્યા હતા. તેઓ રાષ્ટ્રીય લોકદળ તરફથી લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા. અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા સમાજવાદી પાર્ટી વતી બે વખત લોકસભામાં રામપુરનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ૨૦૦૪ અને ૨૦૦૯માં તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને રામપુર બેઠક જીતી હતી. બાદમાં સપાએ તેમને બહારનો રસ્તો બતાવ્યો અને પછી ૨૦૧૪ની ચૂંટણીમાં તેમણે બિજનૌરથી આરએલડીની ટિકિટ પર ચૂંટણી લડી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. ૨૦૧૯ માં, જયા પ્રદા રામુર પરત ફર્યા અને ભાજપે તેમને પોતાનાં ચૂંટણી ઉમેદવાર બનાવ્યા હતા. જાે કે ત્યાં પણ તેમને ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Recent Comments