ગુજરાત

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ કાંડમાં છસ્ઝ્રના વધુ એક અધિકારીની ધરપકડ

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ કાંડમાં છસ્ઝ્રના વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયર અતુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ખોખરા પોલીસે અતુલ પટેલને કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અતુલ પટેલ પર હાટકેશ્વર બ્રિજના સુપરવિઝનની કામગીરીની જવાબદારી સંભાળતો હતો. ફરજના સમય દરમિયાન સ્થળ પર હાજર ન રહેવાનો અતુલ પટેલ પર આરોપ છે. સાઇટ પર હાજર ન રહીને સુપરવિઝનનું કામ બરોબર ન નિભાવવાનો તેના પર આરોપ છે. જેને લઇને અતુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

Related Posts