જૂનાગઢમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ૪ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું છે. ઝેરી દવા પી લેતા ત્રણ સભ્યોના મોત થયા છે. હાલ એક દીકરી ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા છે. વંથલીના સાંતલપુર ગામની આ ઘટના છે. વાડીએ જ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. પત્ની, પતિ અને પુત્રના મોત થયા છે. જાેકે આ બનાવ પાછળનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને ક્યાં કારણોસર આ બનાવ બન્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિવારના તમામ ૪ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી. જેને લઈ ત્રણ સભ્યોના મોત થયા છે. હાલ એક દીકરી ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં હાલ ૧૫ વર્ષીય હેપી વિકાસભાઈ દુધાત્રા સારવાર હેઠળ છે. જાેકે મૃતકના નામના નામ જાેઈએ તો મનન વિકાસભાઈ દુધાત્રા. ઉ વર્ષ ૧૨, વિકાસ રમણીકભાઈ દુધાત્રા ઉ વર્ષ ૪૫, હીનાબેન વિકાસભાઈ દુધાત્રા ઉ વર્ષ ૪૫, આ તમામ લોકોના ઝેરી દવા પી લેતા મોત થયા છે. એક જ પરિવારના તમામ લોકોએ આ પગલું ભરતા શું કારણો છે તેને લઈ એચએએલ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. જાેકે ક્યાં કારણો છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.
Recent Comments