હા, સાચી રાષ્ટ્રભક્તિ કે દેશદાઝ તો દેશના બંધારણને સો ટકા વફાદાર રહીને જ વ્યકત થઈ શકે એ પ્રસ્તુત વાતનો કેન્દ્રવર્તી વિચાર છે. આજકાલ આવી વાતો કરવી એ માટે પણ કાળજું સિંહનું જોઈએ ભલે આપણે હર ઘર તિરંગા લહેરાવીએ પરંતુ હર દિલમાં તિરંગો જ ફરકી જાય તો રાષ્ટ્ર એક નવી ઊંચાઈએ અવશ્ય પહોંચી જાય. વાતો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરવાની કરવાની ઘણી સહેલી છે પરંતુ સાથે સાથે આ પ્રસ્તુત વિચારને કેન્દ્રમાં રાખીને એને અનુસરી આત્મસાત્ કરવો એટલો સહેલો છે ખરો? ખાલી ભ્રાંતિ નહી ચાલે. એ માટે ડો. કાનાબાર સાહેબનું આ ટ્વીટ ખરેખર ખૂબ જ માર્મિક અને આત્મસાત્ કરવા જેવું છે. દંભ નહીં વાસ્તવવાદી બનીને દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, દુરાચાર, કાયદાની છટકબારી શોધીને કોઈ પણ ગેરકાયદે કૃત્ય કરવું એ પણ રાષ્ટ્ર પ્રેમ માટે તો લાલબત્તી સમાન છે. દેશમાં ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જેવાં તત્ત્વોને દૂર કરવા માટે પણ ખરા અર્થમાં રાષ્ટ્ર પ્રેમી બનીયે એ જ સમયની માંગ છે.. આપણી નજર સમક્ષ કોઈ ગેરકાનૂની કાર્ય થતું હોય અને આપણે એ લપમાં કોણ પડે એમ સમજીને પણ ચૂપ રહેવું કે નરો વા કુંજરો વા કરવું એ પણ આપણાંમાં ખરાં રાષ્ટ્ર પ્રેમની ઉણપ જ ગણાય. આપણે આંખે ક્યાં થવું એમ સમજીને પણ આવા સમાજમાં થતાં ગેરકાયદેસર કામો પ્રત્યેની મોં ફેરવી લેવું એ પણ રાષ્ટ્ર પ્રેમની ખરાં અર્થમાં તો ઉણપ અથવા આપણી અપરિપકતા જ ગણાય. દેશ ત્યારે જ વિશ્ર્વ ગુરૂ બની શકે જ્યારે આપણામાં ઠસોઠસ રાષ્ટ્ર પ્રેમ ભરેલો હોય. આ દિશામાં ઠોસ કદમ ઉઠાવવા સૌ ભારતીય નાગરિકોએ પ્રતિબધ્ધતા દર્શાવી પડશે અને ખાલી ઘરમા જ નહીં પરંતુ દિલમાં તિરંગો લહેરાવવો પડશે.
| ReplyReply allForward |

















Recent Comments