ગુજરાતની ઝાંખીની પ્રતિતી અત્યારે વિદેશથી ય્-૨૦ના મહેમાનો માણી રહ્યા છે ત્યારે વિશ્વ મંચ પર પણ હવે આપણા કલ્ચર જાેવા મળ્યું. પોલેન્ડમાં ૩૦મો આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન મહોત્સવ યોજાયો. ગૌરવની વાત એ છે વિશ્વના ૧૨ દેશો જેવા કે, સ્લોવેકિયા, ચેક રિપબ્લિક, યુ.એસ.એ, રશિયા, ફિનલેન્ડ, તુર્કી તેમજ પોલેન્ડના વિવિધ રાજ્યોના ૭થી ૮ ડાન્સ ગ્રુપ ભાગ લીધો. તેમાં અમદાવાદના ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડેમીના ૧૦થી ૧૬ વર્ષના ૧૫ બાળકો પણ ભાગ લીધો. જેઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું. આ ફેસ્ટિવલ ૨૨થી ૨૯ જુલાઈ પોલેન્ડના નોવી સોકઝ ખાતે યોજાયો. આ આયોજન પોલેન્ડની સરકાર અને ત્યાંની મ્યુનિસિપલ દ્વારા આયોજિત કરાયો. આ કાર્યક્રમાં ઓપનિંગ સેરેમની બાદ પરેડ, વિવિધ દેશના રાજ્યોના ડાન્સના પ્રોગ્રામ તેમજ ક્લોઝિંગ સેરેમનીનું પ્રસારણ દેશની રાષ્ટ્રીય ચેનલ પર પ્રદર્શિત કરવામાં આવ્યુ.
ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમીના ડાયરેક્ટર તીર્થરાજ ત્રિવેદીએ કહ્યું કે, તેમની સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી આ સંસ્થાની સભ્ય છે. આ મહોત્સવમાં બાળકોને ડાન્સની સાથે સાથે ત્યાંની પરંપરાગત રમતો રમાડવામાં આવી. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમી ચલાવે છે. જ્યાં ૪થી ૧૪ વર્ષના બાળકોને વિવિધ પ્રકારની કલ્ચરલ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. તેઓને આનંદ છે કે, ગુજરાતી સંસ્કૃતિની ઝલક ફરી એકવાર વિશ્વ મંચ પર પ્રસ્તુત કરવાનો તેમને મોકો મળ્યો. તેમજ સંસ્થા સાથે રહીને છેલ્લા ૧૨ વર્ષથી આપણી પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિને વિદેશમાં કલ્ચરલ પ્રોગ્રામ થકી પ્રસ્તુત કરવાનું કાર્ય કરી રહ્યા છે. આપણા કલ્ચરને ખૂબ લોકો પસંદ પણ કરે છે. સંસ્થામાંથી આ પહેલા પણ બાળકો લંડન, કેનેડા, સ્પેન, ફ્રાન્સ, તુર્કી, નેધરલેન્ડ જેવા દેશોમાં આપણી ગુજરાતી સંસ્કૃતિને પ્રદર્શિત કરી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન મહોત્સવમાં સમગ્ર વિશ્વમાંથી જે કોઈ પણ ઈન્ટરનેશલ કાઉન્સિલ ઓફ ફોક ફેર ફેસ્ટિવલ (ઝ્રૈર્ંંહ્લહ્લ)ના સભ્ય છે તેમને જ આમંત્રણ આપવામાં આવે છે
. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ દેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવીને વિશ્વની વિવિધ કન્ટ્રીની સંસ્કૃતિથી માહિતગાર કરાવવાનો છે. ઝ્રૈર્ંંહ્લહ્લ ખૂબ જ જૂની અને ેંદ્ગઈજીર્ઝ્રં દ્વારા કાર્યરત સંસ્થા છે અને સરકાર સાથે તેમના મૈત્રી કરાર પણ છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે. જેમાં વિવિધ દેશને લાભ મળે માટે દર ૫ વર્ષે એક દેશ ફરી ભાગ લઈ શકે છે. એટલે કે આ વર્ષે ભારત માંથી ગુજરાતના અમદાવાદના ગ્રુપે ભાગ લીધો. જેઓ બેસ્ટ કોસ્ચ્યુમ અને બીહેવીયરમાં પ્રથમ નંબર પર આવ્યા. જ્યારે ડાન્સમાં બીજા ક્રમે આવ્યા. અને હવે ભારતનું ગ્રૂપ ૫ વર્ષ બાદ આ કાર્યક્રમ માં ભાગ લઈ શકશે. અને તેમાં પણ આ વખતે ભારત માંથી અમદાવાદના ગ્રુપે ગરબા સહિત દેશની ભારતીય સંસ્કૃતિ રજૂ કરી બે એવોર્ડ મેળવી પોતાની સાથે દેશનું નામ રોશન કર્યું. તો તેમના આ કાર્ય અને સંસ્કૃતિને વધાવવા વિવિધ મહાનુભાવો પણ તેમાં જાેડાયા.
Recent Comments