સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા નાગનાથ સોસાયટી ખાતે આવેલ આંગણવાડીના નાનાં ભૂલકાઓએ પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરી.
આજરોજ સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર નાગનાથ સોસાયટીમાં આવેલા આંગણવાડી નંબર ૪૩ ખાતે નાનાં ભૂલકાઓ દ્વારા પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.
આ તકે સાવરકુંડલા શહેરનાં વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વીબેનને અન્નપ્રાશન સંસ્કાર પણ સંપન્ન કરાવવામાં આવેલ. આમ બાળપણથી જ ભુલકાઓમાં રાષ્ટ્રભક્તિનું સિંચન થાય એવા પ્રથમ ચરણ સાથે સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી.
પ્રસ્તુત તસવીરમાં આંગણવાડી સંચાલિકા કાજલબેન ધાર્વીબેનને અન્નપ્રાશન સંસ્કાર સંપન્ન કરાવતાં જોવા મળે છે.
Recent Comments