આજ રોજ 77 મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઊજવણી જાફરાબાદ ખાતે કરવામાં આવી હતી. જે અંતર્ગત માનનીય કલેકટરશ્રી અજય દહિયા સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારશ્રી દિનેશ રમેશ ગુરવ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરણ સાહેબ દ્વારા 108 અને ખીલખીલાટ ના કર્મચારીઓ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં જેમાં 108 ના ઇ.એમ ટી. પ્રકાશ ધાંધલા અને 108 ના પાયલોટ હિતેશ રાજ્યગુરુ તેમજ ખીલખીલાટ સેવાના હોસ્પિટલ કોર્ડીનેટર નરેશ ખેતરિયા ને સારી અને ઉત્ક્રુષ્ટ કામગીરી કરવા બદલ પ્રમાણ પાત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ 108 ના જિલ્લા અઘિકારી શ્રી અમાનતઅલી નકવી અને યુવરાજસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રોગ્રામ મેનેજર શ્રી દિલીપ સોલંકી દ્વારા કર્મચારીઓ ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.
108 અને ખીલખીલાટ ના કર્મચારીઓનું સન્માન


















Recent Comments