fbpx
અમરેલી

એ.આર.ટી.ઓ. અમરેલી અને ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સડક સુરક્ષા જીવન રક્ષા થીમ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી.

રોડ સેફટી અવેરનેસ પણ એક પ્રકાર ની દેશ ભક્તિ છે. આપનો પ્રથમ અને અંતિમ ધ્યેય લોકોનો પ્રાણ બચાવવા નો હોવો જોઈએ – પઢીયાર*

*રોડ સેફટી નું કામ કરવા માટે કોઈ મુહર્ત ની જરૂર નથી, આજનો 15 ઓગસ્ટ નો દિવસ એટલો શુભ છે કે કોઈ ચોઘડિયા કે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી – પઢીયાર*

ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વાર સ્વાતંત્ર દિવસ ના પ્રસંગે અમરેલી એ.આર.ટી.ઓ. વિભાગ દ્વારા સડક સુરક્ષાને ધ્યાને  લઈ આ સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે-સાથે રોડ સેફટી અવેરનેસ સેમિનાર નું આયોજન ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે કરવામાં આવેલ.

આ તકે આર.ટી.ઓ ઇન્સ્પેકટર પી.આર. પઢીયાર સાહેબના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓમાં રોડ સેફ્ટી ની જાગૃતતા આવે તે માટે શાળાની બે વિદ્યાર્થીનીઓ દ્વારા સ્કૂલના બાળકો ને માર્ગ સલામતીનું મહત્વ સમજાવેલ.  આર.ટી.ઓ ઇન્સ્પેકટર પી.આર. પઢીયાર સાહેબ દ્વારા રોડ સેફ્ટીની જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ આ ભગીરથ કાર્યમાં જોડાવા અનુરોધ કરેલ. આજના આ શુભ અવસરે સાહેબ દ્વારા શાળાના દરેક વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો તેમજ સડક સુરક્ષા માટેની પ્રતિજ્ઞા પણ  લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગા રંગ  વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આરટીઓ તરફ થી સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેનાર તેમજ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ભાગ લેનાર તમામ બાળકો મોમેન્ટો આપીને  ને પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ દરેક ગુરુ ગણ નું સન્માન કરવામાં આવેલ.

આ શુભ પ્રસંગે કલામ ઇનોવેટિવ સ્કૂલ ડાયરેક્ટર તેમજ સ્કૂલ નો તમામ સ્ટાફ હાજર રહેલ અને પ્રસંગ ની શોભા વધારેલ.

Follow Me:

Related Posts