પાકિસ્તાનના જરાંવાલામાં બેફામ ટોળાએ ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘરોમાં તોડફોડ કરીટોળાએ ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘર પણ સળગાવ્યા, વડાપ્રધાન અનવર ઉલ હકે ચર્ચ પર થયેલા હુમલાની નિંદા કરી
હવે પાકિસ્તાનમાં મંદિરો બાદ બેફામ ટોળાએ ચર્ચ પણ નિશાન સાધ્યું છે. ફૈસલાબાદના જરાંવાલા શહેરમાં બે ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ખ્રિસ્તી સમુદાયના બે યુવકો પર નિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ટોળાએ ચર્ચની સાથે ખ્રિસ્તીઓના ઘરો પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો ચર્ચમાં તોડફોડ કરતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં સેંકડો લોકો લાકડીઓ અને સળિયા સાથે જાેઈ શકાય છે. વડાપ્રધાન અનવર ઉલ હકે ચર્ચ પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમજ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. જે બે ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા છે તેમના નામ ‘સાલ્વેશન આર્મી ચર્ચ’ અને ‘સેન્ટ પોલ કેથોલિક ચર્ચ’ છે. ચર્ચની છત પર ચઢીને તોડફોડ કરવામાં આવી છે. તેની આસપાસના ઘરોને પણ આગના હવાલે કરી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં ખ્રિસ્તી સમુદાયના લગભગ ૨૬ લાખ લોકો રહે છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ લાઉડસ્પીકર દ્વારા લોકોની ભીડ એકઠી કરી અને જરાંવાલાના સૌથી જૂના ચર્ચમાં તોડફોડ કરવામાં આવી. ત્યાં રાખવામાં આવેલ સામાન પણ આગમાં સળગી ગયો હતો.
આ દરમિયાન બદમાશોએ તહરીક-એ-લબૈકના નારા પણ લગાવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉપદ્રવમાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.
જણાવીએ કે કેવી રીતે શરૂ થયો વિવાદ?.. તો, ઝરાંવાલામાં વિવાદ એ રીતે શરૂ થયો હતો કે મુસ્લિમ ધર્મના પવિત્ર પુસ્તક કુરાન શરીફના ફાટેલા પાના ખ્રિસ્તીઓની કોલોનીમાંથી મળી આવ્યા હતા. તેમના પર કથિત રીતે કેટલાક વિવાદાસ્પદ લખાણો લખવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ પછી કુરાન શરીફના આ પાના સ્થાનિક ધાર્મિક નેતા પાસે લઈ જવામાં આવ્યા હતા.
પછી તેણે મુસ્લિમોને કહ્યું કે તેઓએ આ ઘટનાનો વિરોધ કરવો પડશે. આરોપીઓની ધરપકડની માંગ પણ ઉઠી હતી. આ રીતે પ્રદર્શન કરતાં ભીડ ખ્રિસ્તીઓની કોલોનીમાં પહોંચી ગઈ હતી. જરાંવાલાના રહેવાસી રોકી અને રાજા નામના બે ખ્રિસ્તી યુવકોએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો અને ચર્ચોને નિશાન બનાવ્યા. રોષે ભરાયેલા ટોળાએ ખ્રિસ્તી સમુદાયના લોકોના ઘરોને પણ આગ ચાંપી દીધી હતી. પાકિસ્તાનમાં ઈશનિંદા ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. નિંદાની સહેજ પણ અફવા ફેલાય તો લોકો રસ્તા પર ઉતરી આવે છે. નિંદા પર હિંસા એકદમ સામાન્ય છે. સામાન્ય રીતે, નિંદા કરનારા મોટાભાગના લોકો હિંદુ, ખ્રિસ્તી સમુદાયના લોકો હોય છે. ટોળાએ નિંદાના આરોપીને પણ માર માર્યો હતો. તે જ સમયે, પાકિસ્તાનમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળો પર હુમલાનો આ કોઈ નવો મામલો નથી. આ પહેલા પણ અહીં કેટલાક મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. મંદિરોમાં પણ તોડફોટ કરી હતી અને કેટલીક મૂર્તિઓનું નુકશાન પણ કર્યું હતું. જેનાથી હવે કહી શકાય કે નિંદા કરનારા મોટાભાગના લોકો હિંદુ અને ખ્રિસ્તી સમુદાયના લોકો હોય છે.
Recent Comments