રિતિક સાથે ડાન્સ-રોમાન્સ કરવાની આ એક્ટ્રેસે ઈચ્છા દર્શાવી
સની દેઓલ સાથેની અમીષાની ફિલ્મ ગદર ૨ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પહેલા વીકમાં થીયેટર્સ હાઉસફુલ કરનારી આ ફિલ્મ બીજા વીકમાં થોડી ઠંડી પડી છે, પરંતુ આ વર્ષની સૌથી સફળ ફિલ્મોના લિસ્ટમાં બીજાે નંબર મેળવી લીધો છે. ‘ગદર ૨’ને ઐતિહાસિક સફળતા અંગે પોતાની ખુશી વ્યક્ત કરતાં અમીષાએ ‘કહો ના પ્યાર હૈ’ની જેમ રિતિક સાથે ફરી જાેડી જમાવવાની ઈચ્છા દર્શાવી હતી. અમીષા અને રિતિકે ‘કહો ના પ્યાર હૈ’થી કરિયરની શરૂઆત કરી હતી. બ્લોકબસ્ટર ફિલ્મ સાથે શરૂઆત કર્યા બાદ અમીષાને ઢગલાબંધ ઓફર મળી હતી. સની દેઓલે ગદરની સીક્વલ બનાવવાની વાત કરી ત્યારે તેની સફળતા અંગે અનેક આશંકા હતી. જાે કે બે દાયકા બાદ પણ ગદરનો જાદુ ચાલ્યો હતો.
અમીષાની સફળ ફિલ્મોમાં ગદરની જેમ જ કહો ના પ્યાર હૈનો સમાવેશ થાય છે. ગદરની સીક્વલ બની શકતી હોય, તો કહો ના પ્યાર હૈની સીક્વલ થઈ શકે કે નહીં તે અંગે વાત કરતાં અમીષાએ જણાવ્યું હતું કે, રિતિક સાથેની તેની જાેડી ઓડિયન્સને ખૂબ ગમી હતી. રિતિક સાથે ફરીથી ઓન સ્ક્રિન ડાન્સ અને રોમાન્સ કરવાની ઈચ્છા અમીષાએ વ્યક્ત કરી હતી. બોક્સ ઓફિસ પર ગદર, સની દેઓલ- અમીષાની ફિલ્મે ધૂમ મચાવી જેવા હેડિંગ વાંચીને ખૂબ આનંદ આવ્યો હોવાનું અમીષાએ કહ્યું હતું. સલમાન અને કાર્તિક આર્યન સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીસે ગદરની ટીમને અભિનંદન પણ આપ્યા છે. ૯૦ના દાયકામાં અમીષાએ સની દેઓલ સાથે ગદર કરી ત્યારે તેની કરિયરના શરૂઆતના દિવસો હતા. સનીની જેમ કયા જૂના કો-સ્ટાર સાથે ફરી ઓનસ્ક્રિન જાેડી જમાવવાની ઈચ્છા છે? તેવું પૂછાતાં અમીષાએ જણાવ્યું હતું કે, આ સવાલ તે લોકોને પૂછવો જાેઈએ. કારણ કે, તેઓ ર્નિણય કરે છે, હું નહીં. આમ તો મને બધા કો-સ્ટાર સાથે ફરી કામ કરવાની ઈચ્છા છે. રિતિક રોશન સાથે કહો ના પ્યાર હૈની સીક્વલ અંગે વાત કરતાં તેણે કહ્યું હતું કે, અમારી પહેલી ફિલ્મ રોમેન્ટિક-થ્રિલર હતી. જાે કે આગામી ફિલ્મમાં રોમાન્સ, કોમેડી અને ડાન્સ-મ્યૂઝિક હોય તેવી ઈચ્છા છે. અમે બંને સારા ડાન્સર છીએ. સનીની જેમ રિતિક સાથે પણ મારી કેમેસ્ટ્રી જામે છે. તેથી રિતિક સાથે કામ કરવાનું ખૂબ ગમશે. અમે બંનેએ સાથે શરૂઆત કરી હતી અને લોકોને ગદરની જેમ રિતિક સાથેની ફિલ્મ પણ પસંદ આવશે.
Recent Comments