fbpx
અમરેલી

અમરેલી રાધેશ્યામ હોટેલથી ગાવડકા ચોકડી થઈ ચલાલા સુધીના રસ્તાને તાકીદે મરામત કરી રિકાર્પેટ કરવા નેશનલ હાઈ વે ઓથોરિટીને રજૂઆત કરતા કૌશિક વેકરિયા

તાજેતરના ભારે વરસાદને લીધે ખરાબ અને બની ગયેલ નેશનલ હાઈ વે ની તાકીદે મરામત કરવી ખૂબ જ જરૂરી હોય, રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલીનાં જાગૃત ધારાસભ્ય શ્રી કૌશિક વેકરિયાએ નેશનલ હાઈ વે ઓથોરિટીને પત્ર લખી આ રોડને તાકીદે રીપેર કરવા માંગણી કરી છે.

            અમરેલી શહેરના બાયપાસ રોડ પર આવેલી રાધેશ્યામ હોટેલથી ગાવડકા ચોકડી થઈ ચલાલા જતો આ રસ્તો નેશનલ હાઈ વે ઓથોરિટી હેઠળ આવતો રોડ હોય, કૌશિક વેકરિયાએ બિસ્માર થયેલા આ રસ્તાનું નવીનીકરણ કરવા ઓથોરિટીને પત્ર લખી તાકીદે આ રસ્તાની મરામત કરવા માંગણી કર્યાનું કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts