અમરેલી

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સાધારણ સભા નો, ત્રિવિધ કાર્યક્રમ યોજાયો….

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સાંસદ અને ઘારાસભ્યની ઉ૫સ્થિતીમાં વિકાસના કામોનુ લોકાર્પણ, ખાતમુહુર્ત અને આંબરડી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાઘારણ સભાનો ત્રીવીઘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંબરડી ગામે તાજેતરમાં સરકારની યોજનાકીય ગ્રાન્ટ માંથી નવા બનેલા પંચાયત ભવનનું લોકાર્પણ અને અન્ય ગ્રાન્ટ માંથી રૂપિયા 61 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ સ્થાનિક સહકારી મંડળીની વાર્ષીક સાધારણ સભા સાથે ત્રીવીઘ કાર્યક્રમ સાંસદ અને  ધારાસભ્ય મહેશભાઇ કસવાળાની ઉ૫સ્થિતમાં કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ ઉ૫સ્થિત મહાનુભાવોના હસ્તે દિ૫પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સરપંચ તથા ગ્રામપંચાયત ના સદસ્યો દ્વારા મંચસ્થ મહાનુભાવોને સ્વાગત કરી આવકાર્યા હતા. આંબરડી સેવા સહકારી મંડળી ના અવસાન પામેલ સભાસદોના વારસદારોને રૂપિયા 25000 નો સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.  ધારાસભ્ય એ પોતાના વક્તવ્યમાં એક સાથે 62 લાખના 18 જેટલા વિકાસ કામોનું ખાત મુહુર્ત ના પ્રસંગને અભુતપુર્વ ગણાવ્યો હતો સાથે આ મકામો ગુણવત્તાયુકત થાય તે માટે ભારપૂર્વક દરેક ગામ લોકોને માહીતગાર કરેલ અને ભવિષ્યમાં વઘુ એક કરોડ રૂપીયાના વિકાસ કામોનું આયોજન આંબરડી ગામે થઈ રહયુ છે તેમજ તાલુકાના 8 જેટલા આદર્શ ગામો બનાવવાની નેમ જાહેર કરેલી.

આંબરડી ગામના નેતૃત્વની સરાહના કરી હતી સાંસદ દ્વારા પોતાના વકતવ્યમાં વડાપ્રધાન મોદીના કુશળ વહીવટ અને રાષ્ટ્રના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. ભુતકાળમાં લોકોને જે પ્રકારની મુશ્કેલીઓ ૫ડતી હતી તેમાંથી લોકોને મુક્તિ અપાવે છે. આ તકે જુદા જુદા ગામના સરપંચો, તાલુકાની સેવા સહકારી મંડળીઓના પ્રમુખ મંત્રીઓ, અને સહકારી આગેવાનો અને અગ્રણીઓ તથા ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં ગામ નાગરીકો ઉ૫સ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts