fbpx
ગુજરાત

ખાસકરીને મહિલાઓમાં સ્તન કેન્સરનો ભોગ ન બને એ માટે મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે એ સંદર્ભે સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના કેન્સર ડિપાર્ટમેન્ટના ખ્યાતનામ તબીબ ડો. દીપક શેઠનું મંતવ્ય

ગુજરાતની અંદર કેન્સર ઓફ બ્રેસ્ટ સંદર્ભે ઘણા બધા ઊભરા  ઉભરી આવ્યા છે. આ સંદર્ભે આંકડાકીય રીતે જોઈએ તો  ૨૦૧૮ માં કુલ કેન્સર ઓફ બ્રેસ્ટની સંખ્યા ગુજરાતમાં ૯૪૧૪ આંકવામાં આવી હતી જ્યારે ૨૦૧૬ માં ૮૦૧૬ હતી એટલે કે બે વર્ષની અંદર લગભગ ૧૩ ટકા વધારો સ્તન કેન્સરમાં નોંધાયો છે. અર્થાત સ્તન કેન્સરનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. બીજું કારણ એ છે કે બહેનોમાં કેન્સર વિશેની જાગૃતિ સારા પ્રમાણમાં આવી છે. કે જેથી તેઓ તબીબ પાસે જઈને તપાસણી કરાવતાં થયા છે. આ આંકડાઓ જાણ્યા પછી સમાજની દરેક મહિલાએ સ્તનમાં કોઈ પણ જાતની તકલીફ થઈ હોય ખાસકરીને ગાંઠ માલૂમ પડે તો તુરંત  જ શરમ સંકોચ રાખ્યા વગર નિષ્ણાંત તબીબનો  જરૂરથી સંપર્ક સાધવો જોઇએ જેથી કરીને કેન્સર પ્રથમ સ્ટેજમાં હોય ત્યારે જ તેનો ઉપાય થઈ જાય. પ્રથમ સ્ટેજમાં સારવાર કરવામાં આવે તો ૯૫  ટકા દર્દીઓ સંપૂર્ણ સારા થઈ જતા હોય છે

દીપક શેઠ, કેન્સર સ્પેશિયાલિસ્ટ

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા

પ્રસ્તુત તસવીરમાં ડો. દીપક શેઠ અને ડો. રોહિતભાઈ ચોંડીગળા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કેન્સર ડિપાર્ટમેન્ટ જોવા મળે છે.

Follow Me:

Related Posts