fbpx
બોલિવૂડ

‘ગદર-૨’ની જબરદસ્ત સફળતા બાદ ડાયરેક્ટરે જે કહ્યું જાણી ઉડી ગયા લોકોના હોશ

હાલ ભારતીય સિનેમા જગતમાં ફિલ્મ ગદર-૨ની બોલબાલા છે. ગદર-૨એ સોમવારે જેટલું કલેક્શન કર્યું, તેટલું કલેક્શન ઘણી મોટી ફિલ્મો પ્રથમ દિવસે ન નથી કરી શકતી. કારણ કે સોમવારે કોઈપણ ફિલ્મ માટે સારી કમાણી કરાવી મુશ્કેલ માનવામાં આવે છે. થિયેટર્સમાં ગદર-૨ જાેવા માટે થતી ભીડને જાેઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી શકે છે. ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્મા ગદારની સિક્વલ ૨૨ વર્ષ બાદ લઈને આવ્યા છે, પરંતુ તેમણે ઇતિહાસ રચી દીધો છે. સોમવારે ફિલ્મની સક્સેસ પાર્ટી યોજાઈ હતી, જેમાં ગદર-૩ અંગે વાત કરાઈ હતી. ગદર-૨ બાદ હવે દર્શકો ગદર-૩ની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મ પૂર્ણ થયા બાદ ક્રેડિટમાં ‘ર્ં હ્વી ર્ષ્ઠહંૈહેીઙ્ઘ..’ લખાઈને આવે છે, જેને લઈને ફિલ્મનો ત્રીજાે ભાગ પણ આવશે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે.

ત્યારે સમાચાર એજન્સી છદ્ગૈં સાથે વાત કરતાં અનિલ શર્માએ જણાવ્યું કે, “તમારે આ માટે થોડી રાહ જાેવી પડશે. ધીરજના ફળ મીઠા હોય છે, બિલકુલ ગદર-૨ની જેમ. મારા શક્તિમાન જી (લેખક)ના મનનમાં કેટલાક વિચારો છે. તો બસ રાહ જુઓ, બધું જ થશે.” પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સની દેઓલને ‘યમલા પગલા દીવાના ૨’, ‘અપને ૨’ અને ‘ગદર-૩’ ને લઈને સવાલ કરાયા હતા. જેના જવાબમાં તેમણે છદ્ગૈંને જણાવ્યું કે, “મને ખ્યાલ છે કે બધા જ દર્શકો આ ફિલ્મોની રાહ જાેઈ રહ્યા છે. ‘યમલા પગલા દીવાના’માં અમારો આખો પરિવાર સાથે આવ્યો અને દર્શકોએ હસતા હસતા આ ફિલ્મને એન્જાેય કરી. હવે બધા જ બીજા ભાગની રાહ જાેઈ રહ્યા છે, પરંતુ તેના માટે વાર્તા હોવી જરૂરી છે. હાલ મારી પાસે તેની માટે કોઈ વાર્તા નથી. મારી પાસે ફિલ્મ ‘અપને’ માટે એક વાર્તા છે, હવે જાેઈએ કે ફિલ્મ ક્યારે શરુ થાય છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ગદર-૨માં સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. ગદરમાં સની દેઓલે તારા સિંહ નામના ટ્રક ડ્રાઈવરની ભૂમિકા ભજવી હતી, જ્યારે અમિષા પટેલે સકીનાની ભૂમિકા ભજવી હતી. આ વાર્તા ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલાં સાથે જાેડાયેલી હતી અને ગદર-૨ની તેનાથી આગળની વાર્તા છે. જેમાં તારા સિંહ પોતાના પુત્રને બચાવવા માટે પાકિસ્તાન જાય છે, જેને પાકિસ્તાનમાં બંધક બનાવી દેવાયો હોય છે.

Follow Me:

Related Posts