ગુજરાત

સાવરકુંડલા તાલુકાના દાધિયા પ્રાથમિક શાળા ખાતે બાળ લોકમેળો અને લાઈફસ્કીલ મેળો યોજાયો.


       ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગની સરકારી પ્રાથમિક શાળા ઓમાં અભ્યાસ કરતા નાના બાળકોને જીવન જીવવાની કળા શીખવતો બાળ તહેવાર એટલે બાળમેળો આને લાઈફ સ્કીલ મેળો વર્ષ 2023ની સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે આવેલ દાધિયા પ્રાથમિક શાળા ખાતે બાળમેળા અને લાઇફસ્કીલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનવ જીવન ને સરળ બનાવતી પ્રક્રિયા માં બાળકો સ્વાવલંબી બને તે માટે બાળકો બાળપણ થીજ આ માહિતી મેળવે તે માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન કરાયું હતુ આતકે શાળાના શિક્ષકો સુમીતાબેન કથીરીયા અને મિનાક્ષીબેન ભુભળીયા દ્વારા ધોરણ 1થી 5ના વિધાર્થી બાળકોને બાળવાર્તા, બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો, એકમિનિટ, પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત સંગીત અભિનય, પપેટ શો, ગણિત ગમ્મત, વેસ્ટ માંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષાઓ વગેરે દ્વારા શાળા જીવનને રસમય બનાવવા અને શિક્ષણ સાથે જોડવા પ્રયત્ન કરાયો હતો

જ્યારે શાળાના આચાર્ય મહેશભાઈ શેલાર અને ધૃવિકાબેન કસવાળા દ્વારા ધોરણ 6થી 8ના વિદ્યાર્થી બાળકોને સાયકલ પંચર સાધવું, ગેસના બાટલા ને ઓપરેટ કરવું, કુકર ને ઓપરેટ કરવા, મહેંદી સ્પર્ધા,હેર સ્ટાઇલ સ્પર્ધા, બટન ટાકવુ, ફ્યુઝ બાંધવો,સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમેલા અન્તર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, બાળકોના વજન ઉંચાઇ માપવી, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે જેવા જીવન ને સરળ બનાવતા પ્રયોગો શિખવાડવાનો પ્રયાસ કરાયો હતો કાર્યક્રમને સફળ બનાવવા શાળા ના આચાર્ય શ્રી મહેશભાઈ શેલાર અને શિક્ષકો દ્વારા ખુબ મહેનત કરાઈ હતી
             

લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓમાં વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે, જીવન કૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ, સફળ, સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે, વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય, પોતાના રોજિદા જીવનમાં નાના મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બની શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે તેવા શિક્ષણ વિભાગના પ્રયાસોથી મેળાઓ યોજવામાં આવી રહ્યાછે

Related Posts