ફરી એક વાર ગુરુની ગરિમાને લાંછિત કરતો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના મહુવા તાલુકામાં પ્રાથમિક શાળાના આચાર્યએ શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યુ છે. ધોરણ ૭માં અભ્યાસ કરતી બાળકીને શાળા નંબર ૧નો ઈન્ચાર્જ આચાર્ય વારંવાર પરેશાન કરતો હતો અને બાળકીને ચૂપ રહેવા ધમકી પણ આપતો હતો. ત્રણ-ચાર મહિનાથી ચાલતી હેરાનગતિથી કંટાળેલી વિદ્યાર્થિનીએ અંતે પરિવારજનોને જાણ કરી હતી. તો બાળકીના પિતાએ મહુવા પોલીસ સ્ટેશને ઈન્ચાર્જ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે અડપલા કરનાર આચાર્યને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મહુવા તાલુકામાં પ્રાથમિક શાળાના આચાર્યએ શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા



















Recent Comments