બિન અધિકૃત દબાણ નહિ કરવા બાબત.
અમરેલી નગરપાલિકા તરફથી આ જાહેર નોટીસ આપવામાં આવે છે કે હાલ માં શ્રાવણ માસ ચાલી રહેલ હોય તહેવારો ની સીઝન હોય શહેરમાં જાહેર જનતા ની ભીડ રહેતી હોવાનું જણાય છે તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક ની સમસ્યા રહેતી હોય રસ્તાઓ માં કોઈ પણ નાગરિક સમૂહ કે સાર્વજનિક તરફથી રસ્તા ઉપર કે રસ્તાની સાઈડો માં તથા પોતાની મિલકત ની આગળ ના ભાગે કોઈ પણ પ્રકાર સ્થાયી કે અસ્થાયી રીતે બિન અધિકૃત રીતે કોઈ પણ પ્રકાર નું દબાણ કરવું નહિ. આમ છતાં કોઈ પણ ઇસમ દ્વારા આ નોટીસ ની અવમાન્ય કરી બિન અધિકૃત દબાણ કરેલ હોવાનું અત્રે ની નિગાહે આવશે તો કોઈ પણ પ્રકારની અલગ થી નોટીસ આપ્યા વિના તમોએ કરેલ દબાણ તમારા ખર્ચે જોખમે અને જવાબદારીએ દુર કરવામાં આવશે અને સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેની સખ્ત નોંધ લેશો.
Recent Comments