બોલિવૂડ

નિતેશ તિવારીની રામાયણમાંથી આલિયા ભટ્ટની એક્ઝિટ

પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષના મોટા ધબડકા બાદ પણ ફિલ્મ મેકર નિતેશ તિવારીએ રામાયણ આધારિત ફિલ્મ બનાવવાનો પ્રોજેક્ટ આગળ ધપાવ્યો છે. આ ફિલ્મ જાહેર થઈ ત્યારે ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને સીતા માતાના કેરેક્ટરમાં આલિયા ભટ્ટ ફાઈનલ હતા. આ ર્નિણય લેતા પહેલાં જુલાઈ મહિનામાં ફિલ્મ સિટીમાં ટેસ્ટ શૂટ યોજાયુ હતું. પ્રી પ્રોડક્શન પુર જાેશમાં ચાલી રહ્યું છે અને ડિસેમ્બરથી શૂટિંગ શરૂ કરવાનો પ્લાન છે. જાે કે શૂટિંગ શરૂ થતાં પહેલાં આલિયા ભટ્ટે આ પ્રોજેક્ટમાંથી વિદાય લીધી છે. આલિયા ભટ્ટની વિદાય અંગે કહેવાય છે કે, પ્રી-પ્રોડક્શન ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

રામાયણને લગતી નાનામાં નાની વિગતો ચેક થઈ રહી છે. આદિપુરુષમાં કેરેક્ટર્સના લૂક અને ડ્રેસિંગ અંગે જે પ્રકારના વિવાદો થયા તેને જાેઈને મેકર્સે સાવચેતી વધારી છે. ઓથેન્ટિક રામાયણ બનાવવાની નીતેશની ઈચ્છા છે. તેના કારણે પ્રી પ્રોડક્શનમાં વધારે સમય લાગી રહ્યો છે. ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ ન થાય તો આલિયાને ડેટ્‌સની સમસ્યા છે. જેના કારણે આલિયાએ આ ફિલ્મમાંથી વિદાય લેવાનું નક્કી કર્યું છે.

રણબીર કપૂર હજુ આ પ્રોજેક્ટ માટે તૈયાર છે. બીજી બાજુ કેજીએફ સ્ટારને રાવણ બનાવવાની ઈચ્છા હજુ પૂરી થઈ નથી. યશ અને ફિલ્મ મેકર્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે. યશનો લૂક ટેસ્ટ લેવાઈ ગયો છે અને સ્ક્રિપ્ટ સહિતની તમામ બાબતો અંગે યશ સાથે ચર્ચા થાય છે. જાે કે ફિલ્મ સાઈન કરવામાં યશ વિલંબ કરે છે. ફિલ્મની કાસ્ટ અને સ્ક્રિપ્ટ માટે ચાલી રહેલી મથામણ વચ્ચે રામાયણનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે કહેવું અઘરું છે. જાે કે બોલિવૂડના ઈતિહાસમાં સૌથી મોટી અને ભવ્ય ફિલ્મ બનાવવાના પોતાના ઈરાદા પર ફિલ્મ મેકર્સ અડગ છે.

Follow Me:

Related Posts