સાવરકુંડલા શહેરમાં આવેલ એસ. ટી. ડેપોના પ્રવેશદ્વાર પર તોકતે વાવાઝોડા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલું નામનિર્દેશનવાળું બોર્ડ લગાવવામાં આવે તેવી શહેરના જાગૃત નાગરિક હર્ષદભાઈ જોશી દ્વારા તંત્રને જાહેર અપીલ કરવામાં આવી.
કાળચક્રનો માર ખાઈને તોકતે વાવાઝોડામાં સાવરકુંડલા એસ. ટી ડેપોના પ્રવેશ દ્વાર પર આવેલું નામનિર્દેશનવાળું બોર્ડ ધ્વસ્ત થયેલું હાલમાં એસ. ટી. દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલે છે. તો સાથે સાથે આ નામનિર્દેશનવાળું બોર્ડ પણ ફરી પ્રવેશદ્વાર પર લગાડવામાં આવે તો અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો અને શહેરીજનોને અહીં સાવરકુંડલા એસ. ટી. ડેપો આવેલો છે તેનો અહેસાસ થાય.. આમ તો આપણાં ઘરે, ફેકટરીએ, દુકાને કે ખેતરે કોઈ અણધારી આફત જેવી કે વાવાઝોડાંના કારણે માલમાલકતને નુકસાન થયું હોય તો આપણે ફરી તેની મરમ્મત કરીએ છીએ. જ્યારે આ તો જાહેર મિલકત ગણાય. આ સંદર્ભે ઉપેક્ષા કરવી યોગ્ય તો ન જ કહેવાય. એટલે એસ. ટી. ડેપોના પ્રવેશદ્વાર બને કે ન બને તે તો વ્યવસ્થાનો વિષય છે.
પરંતુ જે બોર્ડ વાવાઝોડા પહેલાં પ્રવેશદ્વારે સાવરકુંડલા શહેરનું નામ નિર્દેશન કરતું હતું તે ફરીથી લગાવવામાં આવે તો એસ. ટી. ડેપોની શોભામાં પણ વધારો થાય. આમ ગણીએ તો આ એસ. ટી. ડેપોમાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પણ મુલાકાત લઈ ચૂક્યા છે અને લોકોને પડતી મુશ્કેલીઓની માહિતી પણ મેળવી ચૂક્યા છે અને લોકોને વધુમાં વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નશીલ છે. એવી પરિસ્થિતિમાં સાવરકુંડલા એસ. ટી. ડેપોના પ્રવેશ દ્વાર પર નામનિર્દેશનવાળું બોર્ડ લાગે એ ઇચ્છનીય છે. સમયનો માર અને વાતાવરણના પ્રભાવને લીધે પ્રવેશદ્વાર પર આવેલી એ ફ્રેમ કટાઈને ક્ષતિગ્રસ્ત બને એ પહેલાં બોર્ડ લગાવવામાં આવે એમ સાવરકુંડલાના જાગૃત નાગરિક હર્ષદભાઈ જોશી દ્વારા તંત્રને જાહેર અપીલ કરવામાં આવેલ છે.
Recent Comments