fbpx
ગુજરાત

ડાકોરના ઠાકોરના નજીકથી દર્શન કરવા હશે તો તમારે રૂ ૫૦૦ ચૂકવવા પડશે

ભક્તોએ જાે કાળિયા ઠાકોરના નજીકથી દર્શન કરવા હશે તો તમારે નાણાં ચુકવવા પડશે.જાે ડાકોરના ઠાકોરના નજીકથી દર્શન કરવા હશે તો તમારે રૂ ૫૦૦ ચૂકવવા પડશે. ડાકોરના રણછોડજી મંદિરમાં ફૈંઁ દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફૈંઁ દર્શન માટે રૂપિયા ૫૦૦નો ચાર્જ રખાયો છે. એટલે કે રૂપિયા ચૂકવીને હવે ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઇને દર્શન કરી શકાશે. તો મહિલાઓની દર્શન જાળીએથી પુરુષોને દર્શન કરવા હશે તો રૂપિયા ૨૫૦ ચૂકવવા પડશે. જાેકે ફૈંઁ દર્શન કરનાર પરિવાર સાથે આવેલા ૧૨ વર્ષથી નાના બાળકો મફત દર્શન કરી શકશે.ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. હાલ ડાકોરમાં કાઉન્ટર પર ચાર્જ ચૂકવી ફૈંઁ દર્શન કરવાની મંજૂરી મેળવી શકાય છે. ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જાે કે ભક્તો આ ર્નિણયને અયોગ્ય ઠેરવી રહ્યા છે અને ર્નિણય પરત ખેંચવાની માગ કરી રહ્યા છે.

કારણકે ઘણા શ્રદ્ધાળુઓ દર પૂનમે અહીં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે દર પૂનમે ફૈંઁ દર્શનનો લાભ લેવો ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય એમ નથી. મહત્વનું છે કે ગુજરાતના મોટા મંદિરમાં ક્યાંય આવો ફૈંઁ દર્શનનો ચાર્જ નથી વસૂલાતો, પરંતુ ડાકોર મંદિરમાં પ્રથમ વખત ચાર્જ વસૂલીને ફૈંઁ દર્શન કરાવવાનો પ્રારંભ થયો છે. જેના કારણે મંદિરની આવકમાં વધારો થશે. મંદિરના ટ્રસ્ટીનું માનવું છે કે, ચાર્જ તરીકે વસૂલાતી રકમ વૈષ્ણવોની સુવિધા માટે વપરાશે. નાસિકમાં આવેલા શિરડી સાંઈબાબાના દર્શન કરવા માટે ફૈંઁ લોકો પાસે પૈસા વસૂલ કરવામાં આવે છે.શિરડી સાંઈબાબા મંદિરના સત્તાધિશો રજાઓ અને તહેવાર દરમિયાન મંદિરમાં દર્શન કરવા માટે આવનાર ફૈંઁ નાગરિકો પાસે ફી વસૂલે છે.નાસિકના કાલિકા મંદિરમાં ફૈંઁ દર્શન માટે રૂ.૧૦૦નો ચાર્જ છે. તિરુપતી બાલાજી મંદિરમાં પણ ભક્તો માટે ફૈંઁ દર્શનની સુવિધા હોય છે. તિરૂપતિમાં ફૈંઁ દર્શન માટે શ્રદ્ધાળુ દીઠ રૂ.૩૦૦ રૂપિયા છે.શ્રીનાથજીમાં ફૈંઁ દર્શન માટે રૂપિયા ૩૫૦ ચાર્જ વસૂલાય છે. શ્રીનાથજીમાં સામાન્ય દર્શન માટે રૂપિયા ૫૦ની રજિસ્ટ્રેશન ફી છે. ઝારખંડના દેવઘર જિલ્લામાં આવેલ બાબા વૈધનાથ ના ફૈંઁ દર્શન માટે હવેથી ડિજિટલ કાર્ડ લેવું ફરજિયાત છે.તો કેદારનાથ-બદ્રીનાથમાં પ્રતિ વ્યક્તિ રૂપિયા ૩૦૦ની વસૂલાત કરવામાં આવે છે.

Follow Me:

Related Posts