fbpx
ગુજરાત

ઉધના પોલીસે વાહનચોરીના ગુનાનો પર્દાફાશ કરીને ૩ આરોપીઓની ધરપકડ કરીપોલીસે ૨.૫૨ લાખની કિંમતની ૧૦ બાઈક કબજે કરી

સુરતમાં ઉધના પોલીસે વાહન ચોરીનો પર્દાફાશ કર્યો છે, પોલીસે વાહન ચોરી કરનાર અને વાહન ખરીદનાર મળી કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે અને ૨.૫૨ લાખની કિંમતની ૧૦ બાઈક કબજે કરી છે. તેમજ પોલીસ તપાસમાં ૧૨ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. સુરત શહેરમાં લોકોના વાહનો ચોરી થતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે ઉધના પોલીસે વાહનચોરીના ગુનાનો પર્દાફાશ કરીને ૩ આરોપીઓની ધરપકડ કરી છે. ઉધના પોલીસે બાતમીના આધારે વાહન ચોરી કરનાર મુખ્ય આરોપી લક્ષ્મણભાઈ છનુભાઈ લોહાર તેમજ વાહન ખરીદનાર અનીલ લાલચંદ વર્મા અને અજય હરેન્દ્ર રામની ધરપકડ કરી હતી. પોલીસે ૨.૫૨ લાખની કિમતની કુલ ૧૦ બાઈક કબજે કરી હતી.

તેમજ પોલીસ તપાસમાં ઉધના, સલાબતપુરા, પુણા મળી કુલ ૧૨ ગુનાના ભેદ ઉકેલાયા છે. બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ઉધના પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી ૧૦ બાઈક કબજે કરવામાં આવી છે અને ૧૨ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે, મુખ્ય આરોપી લક્ષ્મણભાઈ છનુભાઈ લોહાર બાઈકની ચોરી કરતો હતો. તે મૂળ નિઝરનો રહેવાસી છે અને તે ઘણા સમયથી સુરતમાં રહે છે અને તેને આર્થિક સંકડામણ આવે તો તે બાઈકની ચોરી કરી લેતો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી ચોરીની બાઈક ખરીદનાર બંને ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ ૪ બાઈક આ લોકોએ ખરીદી હતી જયારે અન્ય બાઈક અન્ય જગ્યાએથી રીકવર કરી છે. આરોપીના ગુનાહિત ઈતિહાસ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts