તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજાે કર્યાને ૨ વર્ષ પૂર્ણ થઈ ગયાઅફઘાનિસ્તાનમાં મોતનું તાંડવ, ૨૦૦ જજાે અને સુરક્ષા દળોના અધિકારીઓની હત્યા, ૪૨૪ અધિકારીઓની મનસ્વી રીતે ધરપકડ કરાઈ
તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજાે કર્યાને ૨ વર્ષ થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની બર્બરતાના (્ટ્ઠઙ્મૈહ્વટ્ઠહ ઇેઙ્મી ૈંહ છકખ્તરટ્ઠહૈજંટ્ઠહ) અનેક અહેવાલો સામે આવ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તાલિબાને ૨૦૦ જજાે અને સુરક્ષા દળોના અધિકારીઓની હત્યા કરી છે જેમણે અગાઉની સરકાર દરમિયાન કામ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં યુનાઈટેડ નેશન્સ આસિસ્ટન્સ મિશન અનુસાર, તાલિબાન દ્વારા સામાન્ય રીતે જે જૂથોને નિશાન બનાવવામાં આવે છે તેમાં ભૂતપૂર્વ સેના, પોલીસ અને ગુપ્તચર દળના અધિકારીઓ છે.
તાલિબાન સમગ્ર અફઘાનિસ્તાનમાં ફેલાઈ ગયું કારણ કે યુએસ અને નાટો સૈનિકો બે દાયકાના યુદ્ધ પછી દેશમાંથી પાછા જવાના અંતિમ પડાવમાં હતા, એક અહેવાલ અનુસાર યુએસ દ્વારા પ્રશિક્ષિત અને સમર્થિત અફઘાન દળો તાલિબાનની આગેકૂચ સામે પડી ભાંગ્યા અને ભૂતપૂર્વ અફઘાન પ્રમુખ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા. દેશના ૩૪ પ્રાંતોમાં, તાલિબાનોએ અમાનવીય કેસોમાં કેટલાકને કેદ કર્યા, ત્રાસ આપ્યો અને પછી કસ્ટડીમાં તેમની હત્યા કરી. એવા ઘણા કિસ્સા છે કે જ્યાં અટકાયત કરાયેલા અધિકારીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને મારી નાખવામાં આવ્યા હતા. તેમના મૃતદેહોને આમ તેમ ફેંકી દેવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં, મૃતદેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. તમામ ૩૪ પ્રાંતોમાં અમાનવીય ઘટનાઓ સામે આવી છે.
ત્રાસ અને દુર્વ્યવહારના ૧૪૪ થી વધુ કેસ છે. ૪૨૪ અધિકારીઓની મનસ્વી રીતે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. કાબુલ, કંદહાર અને બલ્ખ પ્રાંતમાં સૌથી વધુ સંખ્યામાં નોંધાયા હતા. તાલિબાને ઓગસ્ટ ૧૫, ૨૦૨૧ થી જૂન ૨૦૨૩ સુધી સત્તા સંભાળી ત્યારથી યુનાઈટેડ નેશન્સે અફઘાન સરકારના ભૂતપૂર્વ અધિકારીઓ અને સુરક્ષા દળો સામે ૮૦૦ થી વધુ માનવ અધિકારોના ઉલ્લંઘનની જાણ કરી છે. યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે, “તે ભૂતપૂર્વ સરકાર અને સુરક્ષા દળો સાથે જાેડાયેલા વ્યક્તિઓના દુરુપયોગની ગંભીર ચિત્રને ચિત્રિત કરે છે.” યુએનના લોકોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને ત્રાસ આપવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, યુએન માટે કામ કરતા લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને પાઈપથી બાંધવાથી લઈને કેબલ વડે મારવા સુધીના કેસ નોંધાયા છે.
તેઓને ઘણા દિવસો સુધી એક જગ્યાએ ઉભા રાખવામાં આવ્યા હતા. કેટલાક લોકો આજદિન સુધી પાછા મળ્યા નથી. માન્યતાની માંગ કરી રહ્યું છે તાલિબાન.. જે જણાવીએ, તાલિબાન સતત વિશ્વ પાસે તેને માન્યતા આપવાની માંગ કરી રહ્યું છે. જુલાઈના છેલ્લા સપ્તાહમાં તાલિબાનના કાર્યકારી સંરક્ષણ પ્રધાન મુલ્લા મોહમ્મદ યાકુબ મુજાહિદે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે, “સરકારે માન્યતા મેળવવા માટેની તમામ શરતો પૂરી કરી છે. આમ છતાં અમેરિકાના દબાણમાં અન્ય દેશો આપણને ઓળખી રહ્યા નથી.
” મુજાહિદે કહ્યું, “અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓ સાંભળવા માટે તૈયાર છે, અમે એવા દેશો પાસેથી માન્યતા માટે અપીલ કરીએ છીએ જે યુએસના દબાણ હેઠળ નથી. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વના શક્તિશાળી ઇસ્લામિક દેશો અમને સરકાર તરીકે માન્યતા આપે.” મુજાહિદે કહ્યું, “અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે વાતચીત કરવા અને તેમની ચિંતાઓ સાંભળવા માટે તૈયાર છે.” તેમણે એમ પણ કહ્યું કે જાે સાઉદી અરેબિયા તેમને માન્યતા આપવા માટે સહમત થાય છે, તો તેઓ વધુ ૫૮ મુસ્લિમ દેશો સાથે વાતચીત કરવાની તૈયારી કરી રહ્યા છે.
Recent Comments