સાળંગપુર હનુમાનજી મંદિરથી પ્રસ્થાન થયેલાં શ્રી કષ્ટભંજન હનુમાનજીના રથનું આજરોજ સાવરકુંડલા શહેરમાં આગમન થતાં શ્રધ્ધાળુઓ અને ભાવિકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી..
શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરના ૧૭૫ વર્ષ પૂર્ણ થતા હોય આગામી તારીખ ૧૬ થી ૨૨ નવેમ્બર ૨૦૨૩ સુધી સાળંગપુર ખાતે ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. આ ઉત્સવ પહેલાના દાદાના આશીર્વાદ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિરથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું પ્રસ્થાન કરાવવામાં આવેલ છે. જે રથ દાદાના શતામૃત મહોત્સવનું આમંત્રણ આપતા હોય તેવી ભાવના સાથે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં ફરશે. આ રથ સમગ્ર અમરેલી જિલ્લામાં સાત દિવસ દરમિયાન ફરવાનો હોય તે અંતર્ગત આજરોજ દાદાનો દિવ્ય રથ સાવરકુંડલા મુકામે પધારેલ. આ દિવ્ય રથનું સાવરકુંડલા ખાતે આગમન થતાં જ શ્રદ્ધાળુ ભાવિક ભક્તોએ ભાવભર ઉમળકા સાથે સ્વાગત કર્યું અને ઘર આંગણે જ શ્રી કષ્ટભંજન દેવના દર્શન થતા ધન્યતા અનુભવી હતી. સાવરકુંડલાના દરેક વિસ્તારોમાં આ રથ પસાર થયેલ અને લોકોને દિવ્ય દર્શનનો લાભ મળેલ.
Recent Comments