કેશવ કો_ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી અમરેલી દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ સંપન્ન.અમરેલી કેશવ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના સંયોજકશ્રી કનુભાઈ કરકર ની સૂચના મુજબ કેશવ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટી તરફથી ગ્રાહક ને લોન તેમજ મળતી આર્થિક સુવિધાઓની જાણકારી આપવા તેમજ ગ્રામ્ય સંપર્ક હેતુ “રક્ષાબંધન “નુ આયોજન થયેલ. તે અંતર્ગત આજે કેશવ કો_ઓપરેટીવ ક્રેડીટ ના કર્મચારી કવિતભાઈ જેઠવાઅને સદસ્ય મહેન્દ્રભાઈ જોષીએ “ગિરીયા”અને “ભૂતીયા”બન્ને ગામની શાળામા ગ્રામ્ય જનોને લોન અને અપાતી અન્ય સુવિધાની કવિતભાઈએ સુંદર જાણકારી આપી.મહેન્દ્રભાઈ જોષીએ રક્ષાબંધન પર્વ વિષે વિસ્તૃત છણાવટ કરી પોતાની આગવી શૈલીમા મોજ કરાવી.આ કાર્યક્રમ મા બન્ને શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફના શિક્ષક ભાઈઓ બહેનોએ ઉત્તમ સહયોગ આપ્યો.સરપંચશ્રી રોહીતભાઈ તેમજ ગામજનોએ સહયોગ આપ્યો.જાગૃત નાગરિક તરફથી ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો ને અલ્પાહાર આપી સાચી માહીતી મળ્યા બદલ સંતોષ વ્યક્ત કર્યો
કેશવ કો_ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી અમરેલી દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ સંપન્ન.



















Recent Comments