હરિદ્વારમાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત કથા
પિતૃમાસ ભાદરવામાં હરિદ્વારમાં ગંગામૈયાના સાનિધ્યમાં ભાગવત ભાગીરથી શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને યોજાશે ભાગવત કથા
જાળિયા સોમવાર તા.૨૮-૮-૨૦૨૩શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને પિતૃમાસ ભાદરવામાં હરિદ્વાર ખાતે ભાગવત કથા યોજાશે.સનાતન સંસ્કૃતિમાં પિતૃવિધિ સાથે ગંગામૈયાનું મહાત્મ્ય રહેલું છે. આ સંદર્ભે પિતૃમાસ ભાદરવામાં ગંગામૈયાના સાનિધ્યમાં ભાગવત ભાગીરથી આયોજન કરાયું છે.હરિદ્વાર ખાતે ભૂપતવાલા વિસ્તારમાં આવેલ શિવગંગાધામમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના જાણિતા વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને સોમવાર તા.૨૫થી શ્રીમદ્ ભાગવત કથા પ્રારંભ થશે. આ કથા વિરામ રવિવાર તા.૧ના થશે.
Recent Comments