રાળગોન ગામે જ્ઞાનમંજરી સ્કૂલમાં ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન દ્વારા આજરોજ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ધોરણ કે.જી થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સાથે સાથે બહેનો માટે સાડી સ્પર્ધા અને મહેદી સ્પર્ધા રાખડી સર્જન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું તેમાં પણ તમામ વિદ્યાર્થીઓ ભાગીદાર થયા અને સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓએ ગીત સંગીત અને વકૃત્વ રજૂ કર્યું જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન શાળા પરિવારના સમગ્ર સ્ટાફ દ્વારા આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો
Recent Comments