ગુજરાત સરકાર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને એક લાખ રૂપિયાની રકમ આપી રહી છે
ગુજરાતમાં સરકારે મહિલાઓ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આમાંની એક મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના છે. જેનો ઉદ્દેશ્ય મહિલાઓને ૧ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત રકમ આપવાનો છે. આ યોજના મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે સરકાર આ ૧ લાખ રૂપિયા મહિલાઓને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આપી રહી છે. જાે તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો નીચે તમામ માહિતી આપવામાં આવી છે.મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને ૧ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને તેમને આ રકમ પર કોઈ વ્યાજ ચૂકવવું પડશે નહીં.યોજના હેઠળ આપવામાં આવેલી રકમથી મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે અને આર્થિક રીતે મજબૂત બનશે.મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને ૧૦ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.આ સિવાય ત્નન્ઈય્માં નોંધાયેલા જૂથને ૧ કરોડ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે.
મહિલાઓને આ આર્થિક સહાયથી મહિલા સશક્તિકરણને પણ વેગ મળશે.યોજના માટે જરૂરી પાત્રતાયોજનાનો લાભ લેનાર મહિલા ગુજરાતની કાયમી નિવાસી હોવી જાેઈએ.આ સિવાય આ યોજનાનો લાભ લેવા માટે મહિલાનું સ્વ-સહાય જૂથમાં હોવું ફરજિયાત છે.સ્વ-સહાય જૂથમાં ઓછામાં ઓછી ૧૦ મહિલાઓ હોવી જાેઈએ.આ યોજના માટે જરૂરી દસ્તાવેજાે આવશ્યક છે, જેના માટે તમારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઇઝના બે ફોટા હોવા જરૂરી છે.
Recent Comments