fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘કુશી’ને દર્શકો તરફથી મળી રહ્યો છે જાેરદાર પ્રેમ

કુશી ફિલ્મ શુક્રવારના રોજ રિલીઝ થઇ છે. વિજય દેવરાકોંડા અને સામંથા રૂથ પ્રભુની આ દિવસોમાં તેમની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કુશી’ માટે ખૂબ જ ચર્ચામાં છે. આ જાેડી પહેલાં પણ એક સાથે પડદા પર કામ કરી ચુકી છે. જાે કે બે વાર આ જાેડીએ એક સાથે કામ કર્યુ છે પરંતુ બહુ સફળતા મળી નથી. અગાઉની ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ધમાલ મચાવી શકી નથી. જાે કે આ બન્નેની કુશી ફિલ્મ આજે રોજ રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે કે નહીં એ હવે જાેવાનું રહ્યું, પરંતુ વાત જાણ એમ છે કે ફિલ્મનું ઓપનિંગ ખૂબ સારું રહ્યુ છે. આ ફિલ્મને લઇને દર્શકોમાં પણ હાલમાં ખૂબ ઉત્સાહ જાેવા મળી રહ્યુ છે. કુશી ફિલ્મને લઇને હાલમાં અનેક પ્રકારના રિએક્શન લોકો આપી રહ્યા છે.

દેવરાકોંડા અને સામંથા રૂથ પ્રભુની આ ફિલ્મ કુશી પેન ઇન્ડિયા ફિલ્મ છે જે ૫ ભાષાઓમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થઇ છે. હાલમાં સોશિયલ મિડીયાને લઇને આ મુવી માટે પોઝિટિવ રિવ્યુ મળી રહ્યા છે. આ સાથે રિસ્પોન્સ પણ પોઝિટિવ મળી રહ્યો છે. સોશિયલ મિડીયામાં આ ફિલ્મના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. વિજય અને સામંથાની જાેડી સ્ક્રીન પર જાેઇને બહુ એક્સાઇટેડ છે. ફેન્સ ફિલ્મને રોમેન્ટિક એન્ટરટેનિંગ ફિલ્મ વિશે જણાવી રહ્યા છે. થિએટર્સની બહાર ફેન્સ ઢોલ-નગારા વગાડીને અનેક પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે

. ફિલ્મને જાેયા પછી ફેન્સ ઝુમીને નાચી ઉઠે છે અને ડાન્સ કરે છે. એક યુઝર્સે તો ઢોલ વગાડીને વિડીયો શેર કરતા લખ્યુ છે કે- ક્લાસ મુવી માટે માસ ફેસ્ટ. આમ, વાત કરવામાં આવે તો બીજા યુઝર્સે લખ્યુ છે કે ઈંકુશી માટે બ્લોકબસ્ટર વાઇબ્સ, પોઝિટિવ વોમ અને શાનદાર ફિલ્મ. આટલું જ નહીં એક યુઝર્સે લખ્યુ છે કે ૫ વર્ષ પછી આ મુવીને જાેરદાર પોઝિટિવ રિસ્પોન્સ, વિજય દેવરાકોંડાને ધન્યવાદ. આમ તમને જણાવી દઇએ કે સામંથા આ દિવસોમાં બ્રેક પર છે કારણરે એની રેર અને ગંભીર બીમારીમાંથી રિકવર થવા ઇચ્છે છે. દર્શકોને વિજય અને સામંથાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને જાેઈને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

Follow Me:

Related Posts