fbpx
બોલિવૂડ

નયનતારાની લોકપ્રિયતાએ કેટરિના કૈફનો રેકોર્ડ તોડ્યો

નયનતારાએ જવાનની રિલીઝ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પ્રવેશ કર્યો છે. સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરતાની સાથે જ નયનતારાનું સ્ટારડમ છવાઈ ગયું છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ઝડપથી એક મિલિયન ફોલોઅર્સ મેળવવાનો રેકોર્ડ નયનતારાએ બનાવી લીધો છે. ઈન્સ્ટાગ્રામ પર આગમનના ૧૦ કલાકમાં જ ૧૦ લાખ ફોલોઅર્સ મળી જતાં નયનતારાએ બંને હાથ ખુલ્લા રાખીને ફેન્સનો આભાર માન્યો હતો. નયનતારાના આગમન પહેલા સોશિયલ મીડિયા પર સૌથી વધુ ઝડપથી ફોલોઅર્સ મેળવવાનો રેકોર્ડ કેટરિના કૈફનો હતો.

કેટરિનાને ૨૪ કલાકમાં એક મિલિયન ફોલોઅર્સ મળ્યા હતા. નયનતારાએ ઈન્સ્ટાગ્રામમાં જાેડાયા બાદ જવાનનું હિન્દી ટ્રેલર શેર કર્યું હતું. આ સાથે તેણે તેના જાેડિયાં દીકરાં સાથેનો ફોટોગ્રાફ પણ શેર કર્યો હતો. ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર નયનતારા હાલ માત્ર ૧૦ વ્યક્તિને ફોલો કરે છે. જેમાં તેના પતિ વિજ્ઞેશ સિવાન અને જવાન કો સ્ટાર શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. ૩૮ વર્ષીય નયનતારા સામંથા રૂથ પ્રભુ, પ્રિયંકા ચોપરા જાેનાસ, મિશેલ ઓબામા જેનિફર એનિસ્ટનને પણ ફોલો કરે છે. નયનતારાએ જવાન ફિલ્મમાં પાવરફુલ પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે. સમાજમાંથી દૂષણને દૂર કરવાના મક્કમ નિર્ધાર સાથે તે ગુનેગારોનો સામનો કરે છે. નયનતારાએ આ ફિલ્મ માટે રૂ.૧૧ કરોડની ફી મેળવી હોવાનું કહેવાય છે.

શાહરૂખ ખાને જવાન ફિલ્મને નારી સશક્તિકરણ સાથે સરખાવી છે ત્યારે નયનતારાનો દમદાર રોલ પર સૌની નજર રહેશે. નયનતારા ઉપરાંત દીપિકા પાદુકોણ પણ જવાનમાં એક્શન રોલ કરી રહી છે. દીપિકાનો સ્પેશિયલ રોલ છે, પરંતુ તેની એક ઝલકે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. સાડી પહેરીને દીપિકાએ શાહરૂખ સાથે ફાઈટ સીક્વન્સ કર્યો છે. દીપિકાની આ અદાને ઓડિયન્સે પઠાણના સીક્વન્સ સાથે સરખાવી છે. જવાનના ટ્રેલરમાં નયનતારાનો એક્શન અને રોમેન્ટિક અંદાજ બંને જાેવા મળે છે. શાહરૂખ સાથે રોમાન્સ કરવાની સાથે નયનતારાએ ઓનસ્ક્રિન દુષ્ટોનો નાશ પણ કર્યો છે. સાઉથની ફિલ્મોમાં નયનતારા અગાઉ આ પ્રકારના રોલ કરી રહી છે. પહેલી વખત પાન ઈન્ડિયા ફિલ્મમાં નયનતારા આવી રહી છે.

Follow Me:

Related Posts