fbpx
બોલિવૂડ

પ્રોડ્યુસર કલાનિધિ મારને રજનીકાંતને લક્ઝુરિયસ કાર અને એક ચેકની ભેટ આપી

જેલરની સફળતાએ રજનીકાંતને દેશના સૌથી મોંઘા સ્ટાર બનાવી દીધા છે. ઓગસ્ટ મહિનામાં રિલીઝ થયેલી રજનીકાંતની આ ફિલ્મે વર્લ્ડવાઈડ રૂ.૫૬૫ કરોડનું કલેક્શન મેલવ્યું છે. જેલરને ઐતિહિક સફલતા મળતાં સન પિક્ચર્સના સંચાલક અને પ્રોડ્યુસર કલાનિધિ મારને રજનીકાંતને લક્ઝુરિયસ કાર અને એક ચેકની ભેટ આપી હતી. આ ચેક રૂ.૧૦૦ કરોડનો હોવાનું કહેવાય છે. સન પિક્ચર્સના ઓફિશિયલ એકાઉન્ટમાંથી ટિ્‌વટર પર ફોટોગ્રાફ શેર થયો હતો. તેની સાથે પોસ્ટમાં જણાવાયું હતું કે, જેલરની ઐતિહાસિક સફળતાની ઉજવણી અંતર્ગત કલાનિધિ મારન સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા છે અને તેમને ચેક આપ્યો છે.

સોશિયલ મીડિયા પર આ ફોટોગ્રાફ વાઈરલ થઈ રહ્યો છે. મારને રજનીકાંતને રૂ.૧.૨૬ કરોડની લક્ઝુરિયસ બીએમડબલ્યુ કાર ભેટમાં આ છે. મારન તેમના માટે બીએમડબ્યુ એક્સ ૭ અને બીએમડબલ્યુ આઈ ૭ લઈને આવ્યા હતા અને રજનીકાંતને કાર પસંદ કરવા કહ્યું હતું. તેમણે બીએમડબ્યુ એક્સ ૭ પસંદ કરી હતી. આ ફોટોગ્રાફને ટિ્‌વટર પર શેર કરતાં ટ્રેડ એક્સપર્ટ મનોબાલા વિજયબાલને જણાવ્યું હતું કે, મારને સુપરસ્ટાર રજનીકાંતને આપેલા કવરમાં એક ચેક હતો. આ ચેકમાં રૂ.૧૦૦ કરોડની એમાઉન્ટલખેલી હતી. ચેન્નઈની સિટી યુનિયન બેન્કનો આ ચેક હતો.

જેલરના પ્રોફિટ શેરિંગના ભાગરૂપે રજનીકાંતને આ ચેક મળ્યો હતો. રજનીકાંતને ફિલ્મ માટે અગાઉ ૧૧૦ કરોડ ફી મળી હતી. હવે આ ચેક મળતાં રજનીકાંતને કુલ રૂ.૨૧૦ કરોડ મળ્યા છે અને તેઓ ભારતના સૌથી મોંઘા એક્ટર બન્યાં છે. રિપોર્ટ્‌સ મુજબ ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલના વિસ્તારોમાં સૌથી વધુ કમાણી કરનારી સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં જેલરનો ત્રીજાે ક્રમ છે. પહેલા નંબરે કેજીએફઃ ચેપ્ટર ૨ અને બીજા ક્રમે બાહુબલિ ૨-ધ કન્ક્‌લ્યુઝન છે. ૧૦મી ઓગસ્ટે જેલર રિલીઝ થઈ હતી અને માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું હતું. નેલ્સન દિલીપકુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મે ઓવરસીઝ માર્કેટમાં પણ સારો બિઝનેસ કર્યો હતો. જેલરના ડિજિટલ સ્ટ્રીમિંગના રાઈટ્‌સ કલાનિધિ મારનના પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સ માટે રાખવામાં આવ્યા છે, જેમાં નેટફ્લિક્સ પણ ભાગીદાર છે. આ ફિલ્મ સનના ઓટીટી પ્લેટફોર્મ પર આવશે. ફિલ્મના તમિલ, તેલુગુ કન્નડ અને મલયાલમના સેટેલાઈટ રાઈટ્‌સ સન નેટવર્ક પાસે છે.

Follow Me:

Related Posts