અખિલ ભારતીય સંત સમિતિની લખનઉમાં મળેલી કાર્યકારણીની બેઠકમાં મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જે મુજબ નૌતમ સ્વામીની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ભગવાન રામ, કૃષ્ણ, હનુમાનજીના અપમાન બદલ હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજકોટમાં કિન્નર સમાજે ચીમકી ઉચ્ચારી કે ભીંત ચિત્રો દૂર નહીં કરવામાં આવે તો જાેયા જેવી થશે. વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મનો વિરોધ કરે છે, સ્વામિનારાયણ ધર્મ અઢીસો વર્ષ જુનો છે, જ્યારે સનાતન ધર્મ અને હનુમાન દાદા આદિ અનાદિકાળથી છે.
રાજકોટમાં કિન્નર સમાજ દ્વારા સ્વામિનારાયણના સંતોની જાટકણી કાઢવામાં આવી હતી અને સ્વામિનારાયણના સંતો પર આકરા પ્રહારો કર્યા હતા. કિન્નર સમાજે કહ્યું, ચિત્રોનો ખૂબ જ વિરોધ કરીએ છીએ, ચોર-ડાકુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠા છે, ગુરુકુળમાં શું બધું ચાલે છે અમે પણ જાણીએ છીએ. સરકારને કિન્નર સમાજ આવા ચિત્રો દૂર કરાવાની અપીલ કરે છે.
Recent Comments