fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી જન્માષ્ટમીનાં લોકમેળાનો પ્રારંભલોકમેળામાં લાગેલી રાઇડ્‌ઝ માટે દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી લોકમેળાનો પ્રારંભ થશે. આજથી શરુ થતા લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં લાગેલી રાઇડ્‌ઝ માટે દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. લોકોની સુરક્ષાના કારણે તંત્રએ આ મોટો ર્નિણય લીધો છે. જાે કે, હજુ મોટી રાઇડ્‌સને ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું નથી. મહત્વનું છે કે, આજે મેળાનો પ્રારંભ કરવામાં આવશે. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શરૂ થનાર લોકમેળામાં ૧૦ લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. અને તે માટે તંત્રએ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. પોલીસ કમિશનરે આને લઇ એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

આ જાહેરનામાં અનુસાર રેસકોર્ષ ફરતે આજથી ૫ દિવસ માટે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. જાે કે, એમ્બ્યુલન્સ, સબવાહિની, ફાયરબ્રિગેડ અને સરકારી વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહિં લોકમેળામાં રાત્રે ૧૦ કલાક સુધી જ લાઉડ-સ્પીકરનને મંજુરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મેળામાં ૪૪ જેટલી નાની-મોટી રાઈડ્‌સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આયોજકોએ ૪ કરોડનો વીમો પણ ઉતાર્યો છે. આ વખતે પ્રથમ વખત આરોગ્ય વિભાગનો ખાસ ડોમ તૈયાર કરાયો છે. ઇમરજન્સી અથવા અકસ્માત સમયે તબીબોની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે

. મેળામાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અલગ અલગ વોચ ટાવર, સીસીટીવી કેમેરા અને ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત કરવામાં આવશે. ૧૮ વોચ ટાવર પર કેમેરામેન રાખવામાં આવશે. તેમજ ૧૩૦૦ થી વધારે પોલીસ જવાનો બંદોબસ્ત કરવામાં આવી છે. ૧૦૦ ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ બંદોબસ્ત કરવામાં આવશે. ૫૫૦ થી વધુ સુરક્ષાકર્મીઓ સુરક્ષા માટે બંદોબસ્ત રહેશે. ૨ છઝ્રઁ, ૬ પીઆઇ, ૩૭ પીએસઆઇ ખડેપગે રહેશે.૧૨૩ કોન્સ્ટેબલ, ૪૪ મહિલા પોલીસકર્મી, ૧૩૩ હોમગાર્ડ જવાન, ૧૭૮ જીઇઁ જવાનો પણ ખડેપગે રહેશે. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે જીૐઈ ટીમ પણ બંદોબસ્ત રાખવામાં આવશે.

Follow Me:

Related Posts