ગાંધીનગરમાં આજથી મુખ્યમંત્રીના નિવાસ્થાને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ બેઠક૬ મહાનગરપાલિકા માટે મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિત હોદ્દેદારોના નામ પર ચર્ચા થશે
ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા તથા તાલુકા પચાયતમાં હોદેદારોની નિમણુંકમાં નો રિપીટ થિયરી લાગુ પાડવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં નગરપાલિકા, મહાનગરપાલિકા તથા તાલુકા પચાયતની ચૂંટણી યોજાશે તે પહેલા નો રિપીટ થિયરી અપનાવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં આજથી મુખ્યમંત્રીના નિવાસ્થાને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ બેઠક મળવા જઇ રહી છે. સાંજે ૫ વાગ્યાથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનો દોર શરુ થવાનો છે. જેમાં આજે ૬ મહાનગરપાલિકા માટે મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિત હોદ્દેદારોના નામ પર ચર્ચા થશે.ત્યારે મહદ અંશે કોર્પોરેશનના હોદ્દેદારોની પસંદગીમાં નો રિપીટ થિયરી લાગુ પડી શકે છે.
અગાઉ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિયમોમાં બદલાવ કર્યો હતો. ત્યારે હવે મહાનગરપાલિકા,જિલ્લા પંચાયતો નવી વરણીમાં પણ નો રિપીટ થિયરી લાગુ પડી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારો માટે ભાજપ એકશન મોડમાં છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયત માટે ભાજપે કવાયત શરુ કરી છે. ૯ સપ્ટેમ્બરે મહાનગરપાલિકાના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થવાની છે. તો નગરપાલિકાઓમાં ૧૬ સપ્ટેમ્બરે ટર્મ પૂરી થવા જઇ રહી છે. જેના માટે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે આ માટે રણનીતિ ઘડી લીધી છે. ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રણ બદલાવ થઇ શકે છે. જેની ત્રણ ટર્મ થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં મળે. તો ૬૦ વર્ષથી વધારે ઊંમર જેમની ઊંમર થઇ ગઇ હોય તેમને પણ ટિકિટ નહીં મળે. સાથે જ જેમને ક્રિમિનલ રેકોર્ડ હશે તેમને પણ ટિકિટ ન આપવાનો ર્નિણય લેવામાં આવી શકે છે.
Recent Comments