વરુણ ધવનને એક્શન ફિલ્મના શૂટિંગ દરમ્યાન પગમાં ઇજા થઇ
બોલિવૂડના એક્ટર વરુણ ધવન આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ લઇને ચર્ચામાં છે. શાહરુખ ખાન પછી જવાન ફિલ્મના નિર્દેશક વરુણ ધવનની સાથે વીડી૧૮ ફિલ્મ કરવાના છે. આ દિવસોમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન વરુણ ઘવનની ઇજા થઇ છે જેમાં ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ સમાચાર સાંભળતાની સાથે વરુણના ફેન્સના નારાજ થઇ ગયા છે. ફેન્સને નારાજ જાેઇને વરુણ હેલ્થ અપડેટ પણ શેર કરી છે. જાે કે આવું અનેક વાર થાય છે જેમાં ફિલ્મનું શૂટિંગ સમયે એક્ટર તેમજ એક્ટ્રેસ ઇજાગ્રસ્ત થતા હોય છે.
ફિલ્મ વીડી૧૮ના શૂટિંગ દરમ્યાન આ દિવસોમાં વરુણ ધવન વ્યસ્ત છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં શૂટિંગ સમયે તેઓ ઘાયલ થયા હતા જેમાં પગમાં ઇજા થઇ છે. સોશિયલ મિડીયામાં વરુણે એક વિડીયો શેર કરીને પોતાની હેલ્થ અપડેટ આપી છે. જાે કે એક્ટરે એક વિડીયો ઇન્સ્ટા પર શેર કર્યો છે જેમાં વરુણ ધવન કહે છે કે..મને લાગે છે કે શૂટિંગ દરમ્યાન મને પગમાં ઇજા થઇ છે અને મને એ વાતની જાણ ન હતી કે આ ઇજા કેવી રીતે થઇ. આ તસવીરમાં તમે જાેઇ શકો છો કે વરુણ ધવનને જે પગમાં ઇજા થઇ છે એ બરફના પાણીમાં ડુબાડે છે. વરુણ આ વિશે વધુમાં જણાવે છે કે આ આઇસ થેરાપીથી જલદી રાહત અપાવવા માટેની કોશિશ કરી રહ્યો છું. આ સાથે વધુમાં જણાવે છે કે આ પક્રિયા મને ઠંડકનો અહેસાસ કરાવે છે.
આમ, તમને જણાવી દઇએ કે એટલી નિર્માતા મુરાદ ખેતાનીની સાથે મળીને એક્શનથી ભરપૂર મનોરંજન ફિલ્મ વીડી૧૮ પર કામ કરી રહ્યા છે. વીડી૧૮માં વરુણ ધવનની સાથે-સાથે કિર્તી સુરેશ અને વામીકા ગબ્બી પણ છે. આ ફિલ્મ ૩૧ મેના રોજ ૨૦૨૪માં રિલીઝ થશે. આમ, વાત કરવામાં આવે તો પહેલી વાર એટલી અને વરુણ ધવન એક સાથે કામ કરી રહ્યા છે. જાે કે હવે આ મુવી જવાનની જેમ જાેરદાર કલેક્શન કરશે કે નહીં અને દર્શકોને ગમશે કે નહીં એ આવનારા દિવસોમાં જાેવાનું રહ્યું.
Recent Comments