ભાવનગર

લોકલાડીલા સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ ના અથાક પ્રયાસો થી જીવ નો શિવ સાથે નો સંગમ કરાવવા લોકો માટે લોક ઉપયોગી લાંબા અંતર ની વધુ એક બીજી ટ્રેન નો મળ્યો લાભ…

ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લા ના આસપાસ ના લોકો ને પવિત્ર શ્રાવણમાસ માં હરિદ્વાર બાદ વધુ એક લાંબા અંતર ની મળી ટ્રેન ની સફળતા…


        
સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રીશ્રી ને રૂબરૂ મળી લેખિત અને મૌખિક તેમજ પાર્લામેન્ટ ફ્લોર ઉપર કરેલી માંગણીઓ થઈ સફળ..

    ભાવનગર અને બોટાદ તેમજ ધોળા,અમરેલી,સહિત ના આસપાસ ના લોકો માટે કાશી વિશ્વનાથ જવા માટે  સોમનાથ થી કાશી વિશ્વનાથ સુધી ની ટ્રેન નો થશે 11 સપ્ટેમ્બર 2023 ને સોમવાર થી પ્રારંભ

                   સોમનાથ થી કાશી વિશ્વનાથ જવા ઉપડતી ટ્રેન ભાવનગર જિલ્લા ના ધોળા અને બોટાદ જિલ્લા માંથી પસાર થઈ ને કાશી વિશ્વનાથ સુધી જશે

                          વેરાવળ સોમનાથ થી ઉપડતી ટ્રેન ભાવનગર જિલ્લા ધોળા રેલ્વે સ્ટેશન ઉપર 8.30 કલાક ની આસપાસ અને બોટાદ જિલ્લા માં બોટાદ રેલવે સ્ટેશન ઉપર 9.30 કલાક ની આસપાસ પહોંચશે

                           આ ઉપરાંત વેરાવળ થી આ ટ્રેન ઉપડી ધોળા અને બોટાદ થઈ અમદાવાદ,નડીયાદઆણંદછાયાપુરી,ગોધરા,રતલામ,નાગઠાકોટા,ગંગાપુર,સીટી આગ્રા,આગ્રા ફોર્ટ,ઇટાવા અને ગોવિંદ પુરી થઈ પ્રયાગરાજ સ્ટેશન તેમજ કાશી વિશ્વનાથ સુધી જશે.

Related Posts