fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી અને યુકે પ્રધાનમંત્રી સુનક વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો

દિલ્હીમાં ચાલી રહેલી ય્૨૦ મીટિંગ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં થઈ હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા અને રોકાણને પ્રોત્સાહન આપવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. બ્રિટિશ વડા પ્રધાન સાથેની દ્વિપક્ષીય મુલાકાત પછી પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું કે, દિલ્હીમાં ય્૨૦ સમિટના અવસર પર ઋષિ સુનકને મળવું ખૂબ જ સારું લાગ્યું. અમે વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા અને રોકાણને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી છે. ભારત અને બ્રિટન એક સમૃદ્ધ અને સસ્ટેનેબલ પ્લેનેટ્‌સ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

અગાઉ, બંને દેશોના નેતાઓ મે મહિનામાં હિરોશિમામાં ય્૭ સમિટમાં મળ્યા હતા, જેમાં ભારત-યુકે મુક્ત વેપાર કરાર, ઈનોવેશન અને સાઈન્સ તેમજ અન્ય ઘણા મુદ્દાઓ સહિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. જી-૨૦ બેઠકમાં ભાગ લેવા માટે બ્રિટિશ વડાપ્રધાન શુક્રવારે સાંજે ભારત પહોંચ્યા હતા. આ પછી, તેમણે શનિવારે ય્૨૦ના પ્રથમ સત્રમાં ભાગ લીધો અને ત્યારબાદ તેમણે ઁસ્ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. મહત્વનું છે કે, બંને દેશો મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે આ વાતચીત ૨૦૨૨માં શરૂ થઈ હતી. બંને દેશો વચ્ચે વેપાર કરાર માટે આ વર્ષે ૮ થી ૩૧ ઓગસ્ટ વચ્ચે ૧૨મા રાઉન્ડની વાતચીત થઈ હતી. સૂત્રોનું માનીએ તો બંને દેશો વચ્ચે અત્યાર સુધીની વાતચીત સારી દિશામાં આગળ વધી રહી છે. તમને જણાવી દઈએ કે ભારત આ વખતે ય્૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તેની તમામ બેઠકો દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવનિર્મિત ભારત મંડપમમાં થઈ રહી છે. શનિવારે પ્રથમ દિવસની બેઠક દરમિયાન, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોરની જાહેરાત સહિત અન્ય ઘણા મોટા ર્નિણયો લેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts