હાલ ગુજરાતમાં કરાયેલું એક ઈન્સ્યોરન્સ સેટલમેન્ટ ચર્ચામાં આવ્યું છે. કારણ કે, આ સેટલમેન્ટ દસ-બાર લાખનું નહિ, પરંતુ ૫.૪૦ કરોડનું કરાયું હતું. નેશનલ લૉ સર્વિસના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પણ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૧૪ ના અકસ્માતના કેસમાં ઈન્સ્યોરન્સ કંપનીએ અરજદારના પરિવારને ૫.૪૦ કરોડનો ચેક આપ્યો છે. આ રકમ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. લોકઅદાલતમાં અકસ્માત કેસમાં મૃતકના પરિવારજનને ૈંહ્લહ્લર્ઝ્રં વીમા કંપનીએ ૯ વર્ષ બાદ ૫.૪૦ કરોડનો ચેક આપ્યો છે. આ કેસ વર્ષ ૨૦૧૪ નો છે.
એક ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભરૂચના પ્રકાશભાઈ વાઘેલા અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા. નારોલ ટોલ પ્લાઝા પાસે ડ્રાઈવરના બેદરકારીથી અકસ્માત થયો હતો, અને તેમનુ નિધન થયું હતુ. તેથી તેમના પરિવારજનોએ ભરૂચની ટ્રિબ્યુનલમાં ૩.૯૪ કરોડનો દાવો કર્યો હતો. ૨૦૧૪ માં તેમની અરજી દાખલ કરાઈ હતી. જેથી હાલ આ કેસમાં સેટલમેન્ટ થતા તેમને વીમા કંપની તરફથી ૦૧૪માં અરજીની તારીખથી હુકમની તારીખ સુધી ૯%ના વ્યાજ પર રૂ. ૬,૩૧,૩૫,૦૦૦ની દાવા સાથેના કુલ ૫.૪૦ કરોડ રૂપિયા ચૂકવાયા છે. વીમા કંપનીએ વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી એડવોકેટ હિરેન મોદી અને ક્રિતી પાઠકના સહયોગથી રૂ. ૫,૪૦,૪૫,૯૯૮ ચૂકવવા સંમત થયા હતા. આ રકમ અરજદારના ખાતામાં ૪ અઠવાડિયાંમાં જમા થશે.
Recent Comments