fbpx
અમરેલી

માતૃભૂમિની રક્ષા કાજે ગયેલ ધiડલા ગામનો યુવાન  ૧૮ વર્ષ નોકરી બાદ  પરત આવતા  ધારાસભ્યશ્રી તેમજ ગામના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા..

ઘાંડલા ગામના નવયુવાન આર્મીમેન કિર્તીભાઈ કાનજીભાઈ આહીર જેમને ૧૮  વર્ષ માતૃભૂમિની રક્ષા કરીને હાલ રીટાયર્ડ થયેલ છે તો તેમનું ઘાંડલા ગામે સ્કૂટર રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથોસાથ સ્વાગત સભામાં આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ કિર્તીભાઈનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલું ધારાસભ્ય સમસ્ત ઘાંડલા હડિયા પરિવારને અભિનંદન પાઠવેલ આ પ્રસંગે સાવરકુંડલા રૂરલ  પોલીસ એ.એચ.આઈ એમ કે સોલંકી તેમજ કોન્સ્ટેબલ ચિંતનભાઈ મહેશભાઈ ભાવેશભાઈ તેમજ જિલ્લા સદસ્ય લાલજીભાઈ મોર, જીવનભાઈ વેકરીયા, સાવરકુંડલા એ.ટી.વી.ટી સદસ્ય દિનેશભાઈ કાતરીયા ઘાંડલા ગામના સરપંચ શ્રી જયાબેન તથા ઉપસરપંચ દિલુભાઈ તેમજ આ કાર્યક્રમની જહેમત ઉઠાવનાર શામળાભાઈ હડિયા જેમને ગ્રામજનો તેમજ મહેમાનનો આભાર વ્યક્ત કર્યો હતો એમ  અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Follow Me:

Related Posts