અમરેલી

સાવરકુંડલા ખાતે અમી ચેરીટેબલ ટ્રસ્ટ અને સેલ્બી હોસ્પિટલ-અમદાવાદના સહયોગથી કરોડરજ્જુ અને ઘૂંટણના રોગ નો ફ્રી  નિદાન કેમ્પ યોજયો.

જેમાં ૨૧૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. સાવરકુંડલા સાધના સોસાયટીમાં આવેલ શાળા નં. ૯ માં અમી ચેરી ટેબલ ટ્રસ્ટ અને સેલ્બી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કરોડરજ્જુ અને ઘૂંટણનો ફ્રી રોગ નિદાન કેમ્પ યોજયો હતો. જેમાં પીર સૈયદ દાદા બાપુ કાદરી, સાવરકુંડલા નાં સિનિયર ડોક્ટર જે. બી.વડેરા, મેહુલ ભાઈ વ્યાસ અને એડવોકેટ દીપકભાઈ મહેતા કેમ્પની મુલાકાત લીધેલ. આ કેમ્પમાં અમદાવાદ ની સેલ્બી હોસ્પિટલ ના ડોક્ટર ની ટીમ  ડો. બ્રિજેશ ચંદે, ડો. સરફરાઝ બાદી, ડો. અભિષેક મહેતા તેમજ માર્કેટિંગ મેનેજર તેજસ પટેલ અને અજિત ભાઇ એ સારી સેવા આપી હતી. આ કેમ્પમાં ૨૧૦ દર્દીઓએ આ લાભ લીધો હતો આ કેમ્પ ને સફળ બનાવવા અમી ચેરી ટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ હાજી ગફાર ભાઇ જાદવ, ન.પા. ના કોર્પોરેટર રાજેભાઇ, ઈદ્રીશભાઇ જાદવ સહિત શાળાના આચાર્ય એ  સારી જહેમત ઉઠાવી હતી.

Related Posts